રસાકસી:જિલ્લામાં સરપંચ પદ માટે 68 સભ્યો માટે 204 મહિલા મેદાને

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૌથી વધુ રાધનપુર અને સાંતલપુર તાલુકામાં

પાટણ જિલ્લામાં યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 152 ગ્રામ પંચાયતોની ચૂંટણી જંગમાં 68 મહિલાઓ સરપંચ પદ માટે મેદાનમાં છે. જેમાં સૌથી વધુ રાધનપુર અને સાંતલપુર તાલુકામાં ચૂંટણી લડી રહી છે. જ્યારે વોર્ડ સભ્યોની ચૂંટણીમાં 204 મહિલાઓ ભવિષ્ય અજમાવી રહી છે.કુલ 274 મહિલાઓ રસાકસી ભર્યા જંગમાં ઉતરી છે.

પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણી જાહેર કરાતા 177 ગ્રામ પંચાયતની સામાન્ય અને 25 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી મળી 202 ગ્રામ પંચાયતની ચૂંટણી કરવાની થતી હતી જેમાં સરપંચની 184 અને વોર્ડ સદસ્યોની 1509 બેઠકો માટે ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું જેમાં 22 ગ્રામ પંચાયતો સમરસ બની છે હવે 152 સરપંચ માટે 463 ઉમેદવારો જ્યારે 422 વોર્ડ સદસ્ય માટે 968 ઉમેદવારો વચ્ચે ચૂંટણીમાં હરીફાઈ થવાની છે જેમાં કુલ મળી 3 ,38, 133 મતદારો 19 ડિસેમ્બરના રોજ મતદાન કરશે .જિલ્લામાં 28 સરપંચ બિનહરીફ જાહેર થયા હતા આ જ રીતે 1026 વોર્ડ સદસ્યો બિનહરીફ જાહેર થયેલા છે.

તાલુકાવાર મહિલા ઉમેદવાર

પાટણ20
સરસ્વતી20
સિદ્ધપુર46
ચાણસ્મા21
હારીજ14
સમી25
શંખેશ્વર19
રાધનપુર50
સાતલપુર59
કુલ274
અન્ય સમાચારો પણ છે...