તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુખદ સમાચાર:જિલ્લામાં 121 કેસ સામે 202 લોકો સ્વસ્થ થયા

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિદ્ધપુરમાં 3 વર્ષ અને શંખેશ્વરના સિપુરમાં 8 વર્ષનું બાળક સંક્રમિત
  • જિલ્લામાં હાલ 1315 એક્ટિવ કેસ, 10 દિવસમાં જ 1211 સંક્રમિત થયા

જિલ્લામાં મે માસના આરંભથી કેસ આંક શતક આસપાસ આવી રહ્યો છે. સામે બે શતક આસપાસ દર્દીઓ સ્વસ્થ થઇ ઘરે જઈ રહ્યા છે. છેલ્લા 10 દિવસમાં જિલ્લામાં 1211 લોકોને કોરોના થયો છે. સામે 1811 દર્દીઓ સ્વસ્થ થયા છે. સોમવારે જિલ્લામાં સિદ્ધપુર શહેરમાં 3 વર્ષનો અને શંખેશ્વરના સિપુર ગામમાં 8 વર્ષના બાળક સહીત વધુ 121 કેસ નોંધાયા હતા. સામે 202 સ્વસ્થ થયા હતા.

સિદ્ધપુરમાં લીલાશાહમાં 3 વર્ષની બાળકી સહીત 7 કેસ, લાલપુરમાં 5, બીલીયામાં 4, આંકવી અને નાગવાસણામાં બે બે સહીત તાલુકામાં કુલ 32 કેસ, પાટણ શહેરમાં 12, ધારપુરમાં 5, રણુંજમાં 3, કુણઘેર અને અનાવાડામાં બે બે સહીત તાલુકામાં કુલ 30, શંખેશ્વર ગામમાં 5, સિપુર અને ધનોરા ગામમાં બે બે સહીત તાલુકામાં 15, સાંતલપુર અને ઝાંઝણસર અને કોરડામાં બે બે, વારાહીમાં 3 સહીત તાલુકામાં 14, સરસ્વતીમાં વારેડામાં 3 સહીત તાલુકામાં 11, સમીમાં જલાલાબાદ અને કાઠીમાં 3-3 સહીત તાલુકામાં 9, હારીજમાં 2 અને જૂનામાંકા અને એકલવા ગામમાં એક એક મળી તાલુકામાં 4, ચાણસ્મામાં સેવાળા ગામ સહીત તાલુકામાં 4, રાધનપુરના વિજયનગર અને સાંથાલી ગામમાં એક એક મળી જિલ્લામાં કુલ 121 કેસ નોંધાતા કેસ આંક 9561 પર પહોંચ્યો છે. 807 સેમ્પલ લેવાતા 459 રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. એક્ટિવ કેસ 1315 થયા છે.

અન્ય સમાચારો પણ છે...