હાલાકી:અંબાજી મેળાને લઈ વૌવામાં સ્કૂલબસ બંધ કરતાં 200 વિદ્યાર્થીઓને હાલાકી

પાટણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાહનના અભાવે બાળકો ચાલીને ઘરે મોડા પરત ફરતા વાલીઓ ચિંતિત, શાળામાં સંખ્યા ઘટી

સાંતલપુરના વૌવામાં સ્ફુલ બસ એકાએક બંધ કરી દેવામાં આવતા વિધાર્થીઓની હાલત કફોડી બની છે. સાંતલપુર તાલુકાના વૌવામાં સાર્વજનિક ઉત્તર બુનિયાદી હાઇસ્કૂલમાં ધોરણ 9-10માં 410 વિધાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાં 208 જેટલા વિધાર્થી અને દીકરીઓ આસપાસના બકુત્રા, ધોકાવાળા, એવાલ, જાખોત્રા, બરારા,આલુવાસ, ચારણકા સહિતના ગામોમાંથી અભ્યાસ અર્થે આવે છે.

છેવાડાનો વિસ્તાર અને સાધનની વ્યવસ્થા નહિ હોવાને કારણે બાળકો માટે સરકારી એસટી બસ મૂકી હતી જ્યારે કે તંત્ર દ્વારા મેળાને લઈ એસટી બસ અચાનક જ બંધ કરતા શાળામાં આવતા બાળકોને શાળાએ ચાલીને આવવા મજબુર બન્યા છે અને સાધનની વ્યવસ્થાના અભાવે સમયસર શાળામાં પણ પહોંચી શકતા નથી તેમજ વિધાર્થીઓ સાંજે ઘરે પરત ફરતા મોડું થવાને કારણે દર અનુભવે તેવી સ્થિતિની નિર્માણ થતા વાલીઓ પણ ચિંતિત બનવા પામ્યા છે.

વાલીઓએ જણાવ્યું કે છેવાડાના ગામને કારણે સાધન પણ મળતા દીકરીને શાળાએ મોકલવાનું ટાળીએ છીએ. શાળાના કર્મચારી પ્રવીણભાઈ પંડ્યાએ જણાવ્યું કે રાધનપુર ડેપો દ્વારા અંબાજી મેળા માટે બસ ફાળવતાં બસ બંધ કરી છે. બસ બંધ ન કરવા રૂબરૂ રજૂઆત કરવા છતાં 5 દિવસથી બસ ન આવતાં બાળકોની સ્થિતિ કફોડી બની હતી.

આજથી બસ શરૂ થશે
રાધનપુર ડેપો મેનેજરના જણાવ્યા પ્રમાણે બસો અંબાજી મેળામાં મુકવામાં આવી હતી મેળો પૂર્ણ થઈ ગયેલ છે. સોમવારથી બસો બધી રાબેતા મુજબ શરૂ થઈ જશે.જેમાં વૌવા શાળાની બસ પણ રાબેતા મુજબ મોકલી દેવાશે

અન્ય સમાચારો પણ છે...