તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:વરાણા ગામે ઈયળ મારવાની દવા પી 20 વર્ષીય યુવતીનો આપઘાત, ચણાના ખેતરમાં યુવતીએ દવા પી લીધી

પાટણ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ધારપુર સિવિલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું

સમી તાલુકાના વરાણા ગામે 20 વર્ષીય યુવતીઅે ઇયળ મારવાની દવા ગટગટાવી જીવન ટુંકાવ્યુ હતુ. અા અંગે સમી પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.સમી તાલુકાના વરાણા ગામે રહેતા નિ.ઠાકોર જયાબેન રાજુભાઇ (ઉ.વ.20) અપરણિત છે. જે રવિવારે સવારે ગામની સીમમાં ચણા ખેતરે ગયા હતા.

ત્યાં ચણામાં છાંટવાની ઇયળ મારવાની દવા કોઇ અગમ્ય કારણોસર ગટગટાવી જતા તબિયત લથડી હતી. ચણાના ખેતરમાં યુવતીએ દવા પીધાની જાણ થતાં પરિવારજનો દોડી ગયા હતા. યુવતીને તાત્કાલીક સારવાર અર્થે ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડાતાં સારવાર દરમીયાન સોમવારે રાત્રે મોત થયુ હતુ. મૃતકના પિતાઅે સમી પોલીસ મથકે અકસ્માતે મોતની નોંધ કરાવતાં પીઅેસઅાઇ વાય.બી.બારોટ તપાસ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો