તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:સિદ્ધપુરના સંડેસરી પાસે છોટાહાથી પલટતાં ચાલક સહિત 20 ઈજાગ્રસ્ત

પાટણ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • મંગળવારે લગ્ન મુહૂર્ત કઢાવવા જતાં પરિવારમાં અમંગળ ઘટના ઘટી
 • મુડાણાથી ઊંઝાના ઉપેરા જતાં અકસ્માત નડ્યો, છોટાહાથી ચાલક સામે ફરિયાદ

સિદ્ધપુર તાલુકાના મુડાણા ગામ નજીક લગ્ન પ્રસંગમાં જઇ રહેલ છોટાહાથી વળાંકમાં પલટી ખાઇ જતાં સવાર 19 મુસાફરોને નાની મોટી ઇજાઅો થઇ હતી. અા અંગે સિદ્ધપુર પોલીસે છોટાહાથીના ચાલક સામે ગુનો નોંધ્યો છે. મહેસાણા જિલ્લાના ધરોઇ ગામે રહેતા ચમનભાઇ મેલાભાઇ દેવીપુજક તેમના સાળા કિરણભાઇ દેવીપુજકના લગ્નનુ મુહુર્ત હોઈ મંગળવારે ઊંઝાના ઉપેરા જવા નિકળ્યા હતા. જેમાં મુંડાણાથી શંકરભાઈ દેસાઈનું છોટાહાથી ભાડે લઈ પરિવારના 19 સભ્યો સાથે મુડાણાથી ઉપેરા જવા નિકળ્યા હતા. જ્યાં આ છોટાહાથી મુડાણાથી એક કિલોમીટર દુર સંડેરસી નજીક વળાંકમાં પલટી મારતા તેમાં સવાર તમામ મુસાફરો સહિત ચાલકને ઈજાઓ પહોંચી હતી. જ્યાં 108 મારફતે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા. અા અંગે ચમનભાઇઅે સિદ્ધપુર પોલીસ મથકે છોટાહાથી ચાલક સામે ફરીયાદ નોંધાઇ હતી.

છોટાહાથી પલટાતાં તેમાં સવાર એક જ પરિવારના સભ્યોને શરીરે ઈજાઓ થતાં રોડ ચીચીયારીઓથી ગૂંજી ઉઠ્યો હતો. જ્યાં નજીકમાંથી લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને દવાખાને ખસેડાયા હતા. અકસ્માતમાં છોટાહાથીના ચાલકને પણ શરીરે ઈજાઓ પહોંચી હતી.

ઇજાગ્રસ્તના નામ
અાશાબેન, જાનકીબેન, દેવાંશી, રાજલબેન, ભગાભાઇ જુહાભાઇ, ગીતાબેન, કિરણભાઇ, શૈલેષભાઇ, સુરેખાબેન, પ્રિયાંશ, સંપતભાઇ જુહાભાઇ, ગોવિંદભાઇ જુહાભાઇ દેવીપુજક, અશોકભાઇ, ગોમતીબેન, અરખાભાઇ વાહણભાઇ દેવીપુજક, જગદીશભાઇ લીલાભાઇ દેવીપૂજક, વિનોદભાઇ, ચમનભાઇ મેલાભાઇ દેવીપુજક, શંકરભાઇ દેસાઇ (છોટાહાથી ચાલક)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો