કોરોના કહેર:પાટણના 13 મળી જિલ્લામાં 20 પોઝિટિવ

પાટણ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એક જ દિવસનાં103 સેમ્પલ મળી કુલ 546 દર્દીઓના રિપોર્ટ પેન્ડિંગ

પાટણ શહેરમાં 13, બાલીસણામાં 1, સંખારીમાં 1, સિદ્ધપુરમાં 1, હારીજના વાસામાં 1, સરસ્વતીના ચારૂપ, અઘાર અને દેલિયાથરામાં એક મળી રવિવારે કોરોનાના વધુ 20 મળી કુલ 271 કેસ થયા છે. જેમાં પાટણ શહેરમાં સતત કેસ વધતા આંક કુલ 134 કેસ પર પહોંચી ગયો છે. હાલમાં 64 દર્દી હોસ્પિટલમાં અને 33 હોમ આઇશોલેશનમાં સારવાર લઇ રહ્યા છે. 129 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. વધુ 103 દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. હાલમાં કુલ 553ના રિપોર્ટ પેન્ડિંગ છે. 

પાટણ શહેરમાં ઇન્દ્રપુરી સોસાયટીના યુવક, કલ્યાણેશ્વર મહાદેવની પોળમાં આધેડ, સિલિકોન સોસાયટીમાં યુવક, જુના ગંજ બજાર અમરતકાકા કોમ્પ્લેક્સ સામે રહેતા વૃદ્ધ મહિલા, જુના ગંજ બજારમાં જોશીની ખડકી રહેતા આધેડ પુરુષ, રસણીયા વાડામાં રહેતો 40 વર્ષનો યુવક અને 49 વર્ષના પુરૂષ, કેનાલ રોડ પર આવેલી શિવનગરી સોસાયટીમા રહેતા 73 વર્ષના વૃદ્ધ, જુના પાવર હાઉસ પાસે રહેતો 36 વર્ષનો યુવક, વાળીનાથ ચોક પાસે આવેલી શ્રેયસ રેસિડેન્સીમાં રહેતા 49 વર્ષના પુરૂષ, અંબાજી નેળીયામાં તિરુપતિનગરમાં રહેતા 53 વર્ષના પુરૂષ, યશ ટાઉનશીપમાં રહેતા 50 વર્ષના પુરૂષ અને ખેજડાના પાડામાં રહેતા 53 વર્ષના પુરૂષ, પાટણના બાલીસણાના 52 વર્ષના પુરૂષ, સંખારી ગામે આધેડ મહિલા, હારીજના વાસણ ગામે રહેતો 32 વર્ષનો યુવક, સરસ્વતીના ચારૂપ ગામે રહેતો 29 વર્ષનો યુવક, અઘાર ગામે રહેતા 36 વર્ષનો યુવક અને દેલિયાથરા ગામે રહેતા 26 વર્ષના યુવક અને સિદ્ધપુરની વિજય લક્ષ્મી સોસાયટીના આધેડનો કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવતા તમામ દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...