ચુકાદો:પુત્રીને મેસેજ મોકલતાં ઠપકો આપતાં પિતા-પુત્ર હુમલો કરનાર 4 શખ્સોને 2 વર્ષની કેદ

પાટણ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 6 વર્ષ અગાઉના કેસમાં ચાણસ્મા જ્યુડિશિયલ કોર્ટનો ચુકાદો
  • ચાણસ્માના મંડલોપમાં યુવતીના પિતા અને ભાઈ પર હુમલા કર્યો હતો

ચાણસ્મા તાલુકાના મંડલોપ ગામે છ વર્ષ અગાઉ યુવતીને વોટ્સએપ ઉપર મેસેજ મોકલવા અંગે યુવતીના પિતા અને ભાઈ વગેરે ઠપકો આપતા તેનાથી ઉશ્કેરાઈને અપશબ્દો બોલી લાકડી વડે માર મારવાની ઘટના બની હતી જે અંગેનો કેસ ચાણસ્મા જ્યુડિશિયલ કોર્ટમાં ચાલી જતા ચાર આરોપીઓને બે બે વર્ષની કેદની સજા ફરમાવી હતી.આ ઘટનાની હકીકત એવી છે કે પટેલ દશરથભાઈ રામાભાઈની દિકરીના મોબાઇલ ઉપર વોટસએપથી મેસેજ મોકલવા બાબતે તેણીનો ભાઈ નિકુલ તથા સબંધી ઠપકો આપવા જતા ઉશ્કેરાઇ અપશબ્દોબોલી અને લાફા માર્યા હતા.

બાદમાં ફરીથી ઠપકો આપવા જતા અન્ય ચાર શખ્સોએ યુવતીના પિતાને લાકડીથી માર માર્યો હતો અને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ હતી.

આ ઘટનાનો કેસ ચાણસ્મા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સુનીલ મહેતા સમક્ષ શુક્રવારે ચાલી જતાં એપીપી આશુતોષ ગોસ્વામીની રજૂઆત બાદ આરોપી જગાભાઇ ઉર્ફે જગદીશભાઈ કાળાભાઇ રબારી, લાલાભાઇ ઉર્ફે નરેન્દ્રભાઈ કાનજીભાઈ રબારી , ધમાભાઇ ઉર્ફે ધરમશીભાઇ તળજાભાઇ રબારી અને વિપુલભાઇ હરગોવનભાઇ રબારીને ઈપીકો કલમ 325,114 ગુનામાં દોષીત ઠરાવી 2 વર્ષની સખત કેદની સજા તથા રૂ.5000 દંડ ભરવામાં કસુર કરે તો 10 દિવસની વધારાની સાદી કેદની સજા ભોગવવા, ભોગવેલ સજા મજરે આપવા અને આરોપીઓના જામીન રદ કરી જ્યુડીશીયલ કસ્ટડીમાં લેવા હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...