CNG રીક્ષાની ચોરીનો ભેદ ઉકેલાયો:અમદાવાદમાંથી 6 CNG રીક્ષાની ચોરી કરનાર 2 શખસોને પાટણની એલ.સી.બી પોલીસે ઝડપી લીધા

પાટણ13 દિવસ પહેલા
  • રીક્ષા ચોરીને અંજામ આપી શખ્સો તેના સ્પેર પાર્ટસ જુદા કરી ભંગારમાં વેચી મારતાં હતાં

પાટણની એલ.સી.બી પોલીસે બાતમીના આધારે અમદાવાદમાંથી 6 CNG રીક્ષાની ચોરીને અંજામ આપનાર બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે મુદ્દામાલ જપ્ત કરી શખસો વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. રીક્ષા ચોરીને અંજામ આપી આ શખસો રીક્ષાના સ્પેર પાર્ટસ જુદા કરી ભંગારમાં વેચી મારતાં હતાં. અમદાવાદ શહેરમાંથી 6 CNG રીક્ષાની ચોરીના બનાવનો એલસીબી પોલીસે ભેદ ઉકેલ્યો છે. જિલ્લા પોલીસ વડા વિજ્ય પટેલે જણાવ્યું હતું કે, પાટણ જિલ્લામાં બનતા મીલ્કત સબંધી ગુનાઓ અટકાવવા માટે દરેક પોલીસ મથકોને સુચના આપવામાં આવી હોય જે અનુસંધાને પાટણની એલસીબી પોલીસનો સ્ટાફ ગતરોજ પેટ્રોલીંગમા હતો.

પોલીસે 35 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો
આ દરમિયાન તેઓને મળેલી હકીકત આધારે જિલ્લાના સરસ્વતી તાલુકાના નાયતા ગામે રહેતા પટ્ટણી આકાશ રામુભાઇ અને પટ્ટણી રાહુલ રામભાઇને ઝડપી લીધા હતા. તેઓની સધન પુછપરછ કરતાં તેઓ પાસેથી રીક્ષાના તુટેલા ભાંગેલા સ્પેરપાર્ટ તથા અમુક ભાગના પતરાઓના ટુકડા તથા ટાયરો મળી આવ્યાં હતા. જેથી પોલીસે રીક્ષા નંગ-4 મળી કુલ રૂ.35000/- નો મુદામાલ કબ્જે કર્યો હતો.

કઈ કઈ જગ્યાએથી ચોરી કરી?
આરોપીઓની વધુ પુછપરછ કરતા આ રીક્ષાઓ તેમને અમદાવાદ માંથી અલગ-અલગ જગ્યાએથી ચોરી કરેલ હોવાનું તેમજ આ સિવાય પણ આજથી બે મહીના અગાઉ એક રીક્ષા અમદાવાદ યુ.એન મહેતા હોસ્પીટલ આગળથી ચોરી કરેલ અને તે પછી આજથી આશરે દોઢેક મહીના અગાઉ એક રીક્ષા અમદાવાદ સિવીલ હોસ્પિટલ આગળથી ચોરી કરેલ હોવાનુ અને જે બન્ને રીક્ષાઓના નંબર યાદ નહીં હોવાનુ જણાવતા તેઓ બન્ને વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ઉપરોક્ત બન્ને શખ્સો CNG રીક્ષાની ઉઠાંતરી કરી તેને ગામમાં લાવી તેના સ્પેર પાર્ટસ જુદા કરીને ભંગારમાં વેચી દેતાં હતા. અમદાવાદ શહેરમાંથી અલગ અલગ જગ્યાએથી 6 CNG રીક્ષાની ચોરીનો ભેદ ઉકેલવામાં પાટણ એલ.સી.બી.ટીમને સફળતા મળેલ હોય જિલ્લા પોલીસ વડા દ્વારા સમગ્ર ટીમને બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...