ભેદ ઉકલ્યો:ચોરીના મોબાઈલથી 2 શખ્સોએ પાટણના યુવાન પાસે 50 હજારની ખંડણી માંગી હતી

પાટણ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પાટણમાં મોબાઇલની ચીલઝડપ કરનાર બે સગીર સહિત 4 શખ્સો ઝડપાયા
  • પાટણ એલસીબીએ 3 મોબાઈલ ચોરી અને ખંડગી માંગવાનો ગુનાનો ભેદ ઉકલ્યો

પાટણ એલસીબીએ પાટણમાંથી મોબાઈલની ચીલઝડપ કરનાર 2 સગીર સહિત 4 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન તાંજેતરમાં પાટણના પટ્ટણી યુવાનની પાસે ચોરીના મોબાઇલ ફોનથી ખંડણી પેટે રૂ. 50000 માંગ કરી ધમકી આપ્યાની અને 3 મોબાઇલની ચોરીની કબુલાત કરી હતી. પાટણ શહેરમાં વિરાજ પાર્ટી નજીક પસાર થતાં નિલેશકુમાર રાજેશભાઈ પ્રજાપતિના હાથમાંથી એન્ડ્રોઇડ મોબાઇલની લૂંટ કરીને બે શખ્સો બાઈક પર ફરાર થઈ જતાં પાટણ ડી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

તપાસ અધિકારી પીએસઆઇ આર.ડી મકવાણાએ જણાવ્યું કે નિલેશકુમાર પ્રજાપતિ હાથમાં એન્ડ્રોઇડ ફોન લઈને મેસેજ જોતા જોતા પસાર થઈ રહ્યા હતા તે વખતે બે અજાણા શખ્સો નંબર વગરના એકટીવા ઉપર આવી હાથમાંથી ઝૂંટ મારી મોબાઈલની ચોરી કરી નાખી છૂટ્યા હતા.

વધુ તપાસ માટે બાલીસણા પોલીસ આરોપી ટ્રાન્સફર કર્યા બાદ તપાસ હાથ ધરાશે.બાલીસણા પીએસઆઇ આર.આર.ઝરૂ એ જણાવ્યું કે બાલીસણા ખાતે મોબાઇલ ચોરીના ગુનામાં પાટણ એલસીબીએ કિશનભાઇ ઉર્ફે કાળીઅો રાજેશભાઇ પટ્ટણી (ઉ.વ.21) રહે. પાટણ અને રવિભાઇ ગાંડાજી ઠાકોર (ઉ.વ.21) રહે.પાટણ અને 15 વર્ષીય અને 17 વર્ષિય સગીર સહિત 4 શખ્સોની અટકાયત કરી હતી. આરોપીઓ સામે પાટણના યુવાનને ચોરીના મોબાઈલ પર ખંડણી માંગ્યાનો ગુનો, બાલીસણા અને પાટણ ખાતેથી મોબાઇલની ચોરીના 3 ગુનામાં ચારેય આરોપી સંડોવાયેલા છે. વધુ તપાસ ચાલી રહી છે.

ઝડપાયેલા આરોપીઓએ આ ગુનાની કબુલાત કરી

  • પાટણ વીલાજ પાટીપ્લોટ નજીકથી મોબાઇલની ચીલ ઝડપ
  • પાટણ ફુડ ઝોન હોટલ પાસે મોબાઇલની ચીલ ઝડપ
  • પાટણ ખાડીયા રોડ પાસેથી મોબાઇલની ચીલ ઝડપ
  • ચોરીના મોબાઇલથી કિશનભાઇ ઉર્ફે કાળીઅો રાજેશભાઇ પટ્ટણી અને 17 વર્ષીય સગીરે તેમના સમાજના યુવાન રાજેશભાઇ માણેકલાલ પટ્ટણીને રાત્રે ફોન કરી રૂ.50000ની ખંડણી માંગી મારી નાખવાની ધમકી અાપી હતી.
અન્ય સમાચારો પણ છે...