ફરિયાદ:ચાણસ્મા પેટ્રોલપંપ પર મોબાઇલ ચોરતા 2 શખ્સ CCTVમાં કેદ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પેટ્રોલ પંપના કર્મચારીએ ઓનલાઇન ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

ચાણસ્મામાં રિલાયન્સ પેટ્રોલ પંપના કર્મચારીનો મોબાઇલ ચોરી કરતો તસ્કર રવિવારે રાત્રે સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો આ અંગે પેટ્રોલ પંપના કર્મચારીએ ઓનલાઇન ચાણસ્મા પોલીસમાં બે તસ્કરો સામે ફરિયાદ નોંધાવી હતી. ચાણસ્મા ખાતે આવેલ રિલાયન્સ પેટ્રોલ પંપ પર રવિવારે રાત્રે કરણસિંહ અજમલજી ઠાકોર રહે. સરદારપુરા અને અજીતજી મહેશજી ઠાકોર રહે.જસલપુર ફરજ બજાવતા હતા.રાત્રે સાધનોની અવર-જવર બંધ થતા 1:00 વાગ્યાના અરસામાં બંને કર્મી પેટ્રોલ પંપની રૂમમાં સુતા હતા.

ત્યારે રાત્રે બુકાનીધારી શખ્સ અંદર પ્રવેશ કરી બંનેના ફોનની તસ્કરી કરી ભાગી ગયો હતો. પેટ્રોલ પંપ પર લગાવેલ સીસી ટીવી કેમેરામાં ચેક કરતાં તસ્કર સીસીટીવીમાં કેદ થયો હતો. આ અંગે કરણસિંહ અજમલજી ઠાકોરે E-FIR પોર્ટલ પર મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

મેસેઝ મળતાં ચાણસ્મા પોલીસે મોબાઈની ચોરીની ફરિયાદ નોંધી હતી. તેની તપાસ અધિકારી હેડ કોસ્ટેબલ દિનેશકુમાર રામજીભાઈ દેસાઈએ હાથ ધરી હતી. આ અંગે ચાણસ્મા પીઆઇ આર. એમ. વસાવા જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પર લગાવેલ સીસી ટીવી કેમેરામાં કેદ થઈ હતી.મોબાઈલ ચોરીનો ભેદ ટૂંક સમયમાં ઉકેલી દેવાશે.

અન્ય સમાચારો પણ છે...