કોરોના અપડૅટ:પાટણમાં કોરોનાના વધુ 2 કેસ

પાટણ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દુધારામપુરા અને ભાટસર ગામના પુરૂષનો રીપોર્ટ પોઝિટીવ આવતાં બંનેને હોમ આઇશોલેટ કરાયા

પાટણ જિલ્લામાં જૂન માસના પ્રથમ દિવસથી કોરોના ના પગ પેસારો જોવા મળી રહ્યો છે પ્રથમ જૂને એક કેસ નોંધાયા બાદ બે દિવસ બાદ ફરી શુક્રવારે પાટણના દુધારામપુરા ગામ અને ચાણસ્માના ભાટસર ગામે વધુ બે નવા કેસ નોંધાવા પામ્યા હતા. પાટણનાં દુધારામપુરા ગામમાં 60 વર્ષીય પુરુષને સામાન્ય તાવ અને ઉલ્ટીની તકલીફ થતા પાટણ સિવીલ હોસ્પિ ખાતે સારવાર અર્થે દાખલ થતાં RTPCT સેમ્પલ લેવામાં આવ્યુ હતું.જેનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલમાં તબીયત સારી છે. હોમ આઇસોલેશનમાં છે.

ચાણસ્માના ભાટસર ગામના 30 વર્ષીય યુવક ચાણસ્મા નાસ્તાની દુકાનમાં કામ કરે છે. પેટમાં દુખાવાની તકલીફ થતા ચાણસ્મા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બતાવવા ગયેલ જયાં RTPCT સેમ્પલ લેવામાં આવતા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો હાલમાં તબીયત સારી છે. હોમ આઇસોલેશનમાં છે. જિલ્લામાં વધુ બે કેસ સાથે ત્રણ કેસ એક્ટિવ રહેવા પામ્યા છે. એકપણ દર્દીની હાલત હાલમાં ગંભીર ન હોય હોસ્પિટલમાં દાખલ થયા નથી. જિલ્લામાં ફરી કોરોના ના કેસ નોંધાતા આરોગ્ય તંત્ર હરકતમાં આવતા ગામોમાં સર્વેલન્સની કામગીરી શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...