તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:62 હજારની ચીલઝડપ કરનાર પાલનપુરના શખ્સ સહિત 2 ઝબ્બે

પાટણએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 20 દિવસ અગાઉ રાધનપુરમાં કોરડાના ખેડૂતના રૂ.40000 અને સાંતલપુર મહિલાના રૂ.22000ની ચીલઝડપ કરી હતી

રાધનપુર ગંજબજારમાં કોરડા ગામના ખેડૂત 20 દિવસ બે ગઠિયાએ કોથળા ઉપડાવવામાં બહાને ખેડૂતના ખિસ્સામાંથી રોકડ રૂ.40000 અને સાંતલપુરની મહિલાનો રૂ.22000 રોકડ ભરેલા થેલાની ચોરી થઈ હતી. આ બંને ગુનાને અંજામ આપનાર પાલનપુર અને રાજસ્થાનના બે આરોપીઓને રાધનપુર પોલીસે ઝડપ્યા હતા.

સાંતલપુરના કોરડાના મહેબૂબશા અભેરામશા ફકીર 5 માર્ચ 2021ના રોજ રાધનપુર ગંજબજારમાં 15 બોરી એરંડાનું વેચાણ કર્યાના રૂ.47730 મહેબૂબશાએ પેન્ટના ખિસ્સામાં મુક્યા હતા. ત્યારે બે શખ્સોએ બારદાન ઉપાડવા મદદ કરી ખિસ્સામાંથી રૂ.40000નંુ બંડલ ચોરી કરતાં ખેડૂતની પત્નીએ બૂમાબૂમ કરતાં બન્ને શખ્સો ભાગી છૂટ્યા હતા. સાંતલપુરના નિરાશ્રિત ઠાકોર રાજીબેન જેસંગભાઈ રાધનપુર ચાર રસ્તા નજીક પસાર થતાં આ બે શખ્સો રોકડ રૂ.22,000 ભરેલો થેલો લઈ નાસી ગયા હતા.જે મામલે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ચોરીના ગુનામાં બે શખ્સો ને પકડ્યા હતા.

બંને પાસેથી રોકડ રૂ.60000 તેમજ મોબાઈલ રિકવર કર્યા હતા. કોરડાના ખેડૂતના પત્ની જુબેદાબેન મહેબૂબશા ફકીરે રાધનપુર મામલતદાર સમક્ષ બંને આરોપીની ઓળખ કર્યા બાદ રાધનપુર પોલીસમાં બે શખ્સો મનુભાઈ મેમસીભાઈ પરમાર રહે. પાલનપુર અને ગંજો રહે. રાજસ્થાન સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તેમ તપાસ અધિકારી PSI બી.જે.સોઢાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો