લમ્પી રોગનો ભરડો:પાટણમાં લમ્પીથી 2 ગૌવંશના મોત, વધુ 80 પશુઓ સંક્રમિત

પાટણ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લાના 449 ગામો રોગચાળાથી અસરગ્રસ્ત

પાટણ જિલ્લામાં રવિવારે લમ્પી વાયરસથી રાધનપુર તાલુકાના ગોતરકા અને હારિજ તાલુકાના ગોવનામાં બે ગૌવંશ ના મોત થયા છે. પાટણ જિલ્લામાં વધુ 80 પશુઓ રોગચાળાના ભરડામાં આવ્યા છે. પાટણ જિલ્લામાં રોગચાળાથી અત્યારસુધી 449 ગામો અસરગ્રસ્ત થયા છે. જેમાં 6699 પશુઓ લમ્પી વાયરસની લપેટમાં આવ્યા છે. જેમાં 215 ગૌવંશના મોત થઈ ગયા છે. 4498 પશુઓ સાજા થયા છે જ્યારે હાલમાં 1,986 ગૌવંશ રોગચાળાના કારણે બીમાર હાલતમાં છે.

બનાસકાંઠામાં વધુ 14 પશુના મોત
બનાસકાંઠા જિલ્લામાં લમ્પીના કેસમાં સતત વધારો થતાં રવિવારે જ્યારે વધુ 14 ગાયોના મોત નિપજ્યા હતા. વધુ 931 ગામમાં કુલ 34790 કેસ નોંધાયા હતા. જ્યાં દાંતા 60, અમીરગઢ 40, પાલનપુર 109, વડગામ 98, દાંતીવાડા 51, ડીસા 93, કાંકરેજ 66, વાવ 67, થરાદ 91, ભાભર 44, દિયોદર 56, ધાનેરા 60, સુઈગામ 35 અને લાખણીમાં 61 કેસ નોંધાતા જિલ્લામાં અત્યાર સુધી જિલ્લામાં કુલ. 34790 કેસ નોંધાઈ ચુક્યા છે.

અન્ય સમાચારો પણ છે...