કોરોના કહેર:પાટણ અને સમીમાં કોરોનાના 2 કેસ, જિલ્લામાં કોરોના દર્દીઓનો આંકડો 73 થયો

પાટણ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણ જિલ્લામાં બુધવારે પાટણ શહેર અને સમી ગામના બે યુવકોને કોરોના પોઝિટિવ આવ્યો હતો.પાટણના મોતીશા દરવાજામાં રહેતા 42 વર્ષિય યુવકને કફ અને શ્વાસની તકલીફ થતાં લીધેલ કોરોના સેમ્પલ પોઝિટિવ આવ્યું હતું. જ્યારે સમી ખાતે દિલ્હીથી આવેલા 25 વર્ષિય યુવકને તાવ વગેરે બીમારી હતી, જેનું સમી ખાતે સેમ્પલ લેવાયું હતું. તેનો ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. આ બે કેસ સાથે જિલ્લામાં કોરોના દર્દીઓનો આંકડો 73 થયો છે, જ્યારે 3ને રજા અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...