મહાઆરતી:પાટણના કુડેર ગામે 751 દિવડાની મહાઆરતી અને આનંદના ગરબા સાથે બહુચર માતાજીનો 19મો પાટોત્સવ યોજાયો

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કૂડેર ગામમાં આવેલા ત્રિપુરા સુંદરીમાં બહુચર બાળા મંદિરમાં 33 દેવી દેવતાઓના મંદિર છે

પાટણ નજીક યાત્રાધામ કુડેર ખાતે શરદ પૂર્ણિમાના દિવસે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન થયું હતું. જેમાં 751 દિવડાની મહાઆરતી અને આનંદના ગરબા સાથે 19મો પાટોત્સવ યોજાયો હતો.

પાટણ નજીક 10 કિલોમીટર દૂર કૂડેર ગામમાં આવેલા ત્રિપુરા સુંદરીમાં બહુચર બાળા મંદિરમાં 33 દેવી દેવતાઓના મંદિર આવેલા છે. તો અહી વચ્છરાજ સોલંકીનું મંદિર આવેલુ છે. અહીં 400 વર્ષ જૂની 2 ખાંભી છે. જેમાં 2 ભાઈઓ ગૌ રક્ષા અને ગામની રક્ષા માં શહિદ થયા હતા. બહુચર માતાના મંદિરે 19માં પાટોત્સવમાં ઇન્દિરા બા હિંમતસિંહ પી સોલંકીને ત્રિવિધ ધાર્મિક લાભ મળ્યો હતો.

દિવસ દરમ્યાન આનંદના ગરબાની રમઝટ જામી હતી. ત્યારબાદ કળશ યાત્રા નીકળી હતી. માતાજીને બેન્ડ દ્વારા સલામી અપાઈ હતી. મહાઆરતીમાં 751 દિવડા પ્રગટાવોને આરતીનો પ્રરંભ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...