તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:પાટણ જિલ્લામાં 7 દિવસમાં કોરોનાના 193 કેસ

પાટણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાટણ શહેરમાં 11 સહિત જિલ્લામાં વધુ 23 સંક્રમિત

પાટણ જિલ્લામાં છેલ્લા બે દિવસથી કોરોના સંક્રમણ નો આંકડો 23 ઉપર સ્થિર થયો છે જેમાં રવિવારે પણ 23 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જિલ્લામાં કુલ આંકડો વધીને 4477 થયો છે. હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા દર્દીઓમાં વધારો થતાં આ સંખ્યા 11 થવા પામી છે. જ્યારે 180 દર્દીઓને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. રવિવારે પાટણ તાલુકામાં 13 રાધનપુરમાં 2, સમી 3, સિદ્ધપુર 2, ચાણસ્મા 2 અને હારિજ તાલુકામાં 1 વ્યક્તિ કોરોના સંક્રમિત મળી આવ્યા છે.

છેલ્લા એક સપ્તાહના આંકડા પર દ્રષ્ટિપાત કરીએ તો ગયા સોમવારથી રવિવાર સુધીમાં કુલ 193 કેસ મળી આવ્યા છે. જેમાં 78 મહિલાઓ અને 115 પુરુષોનો સમાવેશ થાય છે.આ આંકડાઓમાં 74 વ્યક્તિ 45 કે તેથી વધુ ઉંમરના છે જ્યારે 119 વ્યક્તિ 45 વર્ષથી નાની ઉંમરના જણાઈ આવ્યા છે સરકાર દ્વારા ૧લી એપ્રિલથી 45 વર્ષથી વધુ ઉંમરના તમામ દર્દીઓને કોરોના વેક્સિન આપવાની પોલીસી બનાવવામાં આવી છે અને તેના અમલીકરણની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ચોંકાવનારી હકીકત એ છે કે જિલ્લામાં આવી રહેલા સંક્રમિત દર્દીઓના આંકડામાં સૌથી વધુ પ્રમાણ નાની વયના લોકોનું છે જેઓને વેક્સિન આપવા માટે હજુ કોઈ કાર્યક્રમ બનાવ્યો નથી.

મહેસાણામાં 24 કેસ
મહેસાણામાં રવિવારે હોળીના દિવસે કોરોનાના વધુ 24 કેસ નોંધાયા હતા. જેમાં વિસનગર શહેરમાં એક વર્ષની બાળકી સહિત 6 કોરોના સંક્રમિત થયા છે. મહેસાણા શહેર-તાલુકામાં 8, ઊંઝામાં 4, વિજાપુરમાં 3, સતલાસણા અને ખેરાલુમાં એક-એક વ્યક્તિ કોરોના સંક્રમિત થયા છે.

રવિવારે પોઝિટિવ આવેલા દર્દીઓની વિગત
પાટણ : પાટણ શહેર યસ નગરમાં 42 વર્ષિય મહિલા, નંદનવન સોસાયટીમાં 54 વર્ષિય પુરુષ, શત્રુંજય ફ્લેટમાં 50 વર્ષિય પુરુષ, યસ ટાઉનશીપમાં 45 વર્ષિય પુરુષ, આયુષ ટાઉનશીપમાં 46 વર્ષિય પુરુષ, શ્લોક પરિસર ફ્લેટમાં 46 વર્ષિય પુરુષ, શુકન બંગ્લોઝમાં 27 વર્ષિય પુરુષ, આદર્શ શાળા કેમ્પસમાં 50 વર્ષિય પુરુષ, સારથી નગર સોસાયટીમાં 42 વર્ષિય પુરુષ, વ્રજધામ સોસાયટીમાં 42 વર્ષિય મહિલા, પારેવા પાર્ક સોસાયટીમાં 30 વર્ષિય પુરુષ, હાંસાપુરમાં 21 વર્ષિય પુરુષ, ધારપુરમાં 18 વર્ષિય યુવતી

રાધનપુર : શહેરના ગ્રીનપાર્ક સોસાયટીમાં 70 વર્ષિય પુરુષ,47 વર્ષિય પુરુષ

સમી : ચાંદરણી ગામે 45 વર્ષિય પુરુષ દાદકા ગામે 28 વર્ષિય પુરુષ, મુબારકપુરા ગામે 16 વર્ષિય પુરુષ,

સિદ્ધપુર : સિદ્ધપુર શહેર શક્તિનગરમાં 12 વર્ષિય પુરુષ, સમોડા ગામે 31 વર્ષિય પુરુષ,

ચાણસ્મા : ચાણસ્મા શહેર સુસારીયા માઢની બાજુમાં 20 વર્ષીય યુવતી, ખોરસમ ગામે 68 વર્ષિય મહિલા

હારીજ: કુકરાણા 65 વર્ષિય પુરુષ

એક સપ્તાહના કેસ

તારીખકેસમહિલાપુરુષ45+45-
28235181112
2723716914
265524311837
253916231722
24231310914
2315510213
22158787
કુલ1937811574119(61%)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો