તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:સરસ્વતીમાં 19 અને પાટણ તાલુકામાં 11 મળી જિલ્લામાં 51 પોઝિટિવ કેસ

પાટણ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સોમવારે નોંધાયેલા 51 પૈકી 25 જેટલા યુવાનો કોરોના સંક્રમિત થયા

પાટણ જિલ્લામાં સોમવારે ફરી એકવાર પોઝિટિવ દર્દીઓનો આંકડો 50થી વધારે જાહેર થયો છે. સોમવારે નવા 51 પોઝિટિવ દર્દી સામે આવ્યા હતા. તેના સાથે જિલ્લાનો કુલ આંક 3878 થયો છે. સોમવારના નવા દર્દીઓમાં યુવાન વયના કેસ વધ્યા હોવાનું સામે આવ્યું છે. જિલ્લામાં સૌથી વધુ 19 કેસ સરસ્વતી તાલુકામાં અને 11 કેસ પાટણ તાલુકામાં નોંધાયા હતા. સિદ્ધપુરમાં છ, ચાણસ્મા 2, હારીજ 5, સમી અને રાધનપુરમાં ૩, શંખેશ્વરમાં 2 કેસ નોંધાયા હતા.

યુવાનોમાં કોરોના કેસ વધ્યા
જિલ્લામાં નવા 51 કેસ પૈકી 25 કોરોના પોઝિટિવ દર્દીઓ 40 વર્ષથી ઓછી વયના છે. જ્યારે 26 દર્દીઓ 40 વર્ષથી વધારે વયના છે. એટલે કે કોરોના સંક્રમણ યુવાપેઢીમાં વધ્યું છે. સરસ્વતીના નવા 19 પૈકી 13 દર્દીઓ 40 વર્ષથી ઓછી વયના છે જે હકીકત ચિંતાજનક છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો