વિધાનસભાની ચૂંટણીમાં પાટણ જિલ્લાની 4 બેઠકો પર બુધવારે કુલ 19 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. જેમાં પાટણ બેઠક પર 4, સિદ્ધપુર બેઠક પર 5, રાધનપુર બેઠક પર 6 અને ચાણસ્મા બેઠક પર 4 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. અત્યાર સુધીમાં કુલ 30 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. ગુરુવારે ઉમેદવારી ફોર્મ ભરવા માટેનો છેલ્લો દિવસ છે.
પાટણ બેઠક પર કોંગ્રેસમાંથી કિરીટકુમાર ચીમનલાલ પટેલે બે ફોર્મ ભર્યા હતા. જ્યારે જન સેવા ડ્રાઇવર પાર્ટીમાંથી અઘારના પ્રહલાદસંગ ધુડાજી ઠાકોર, અપક્ષમાંથી પાટણના હિતેન્દ્રકુમાર ગણેશભાઈ પરમારે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. સિદ્ધપુર બેઠક પર ઓલ ઇન્ડિયામજલીસએ ઇતેહાદુલ મુસ્લિમીન પાર્ટીમાંથી અબ્બાસભાઈ મોહમ્મદ શરીફભાઈ નોડસોલાએ, અપક્ષમાંથી સિદ્ધપુરના મગનજી રામાજી ઠાકોરે, આમ આદમી પાર્ટીમાંથી ચારુપના મહેન્દ્રસિંહ દલપતસિંહ રાજપૂતે બે ફોર્મ ભર્યા હતા. જ્યારે કુવારાના વાઘાજી તેજાજી ઠાકોરે પણ આમ આદમી પાર્ટીમાંથી ફોર્મ ભર્યું હતું.
જ્યારે રાધનપુર બેઠક પર આમ આદમી પાર્ટીમાંથી બાબરીના લાલાભાઇ રઘુભાઈ ઠાકોર, અપક્ષમાંથી રાધનપુરના ગિરધારીભાઈ ચુનીલાલ તન્ના, અપક્ષમાંથી કમાલપુરના પંકજકુમાર આત્મારામ પટેલ, અપક્ષમાંથી ઝાલમોરા ગામના પ્રશાંત ભગવાનભાઈ ચૌધરી, જન સેવા ડ્રાઇવર પાર્ટીમાંથી કાલરીના દોલત સંગધનાજી ઠાકોર, સમાજવાદી પાર્ટીમાંથી મોટી પીપળીના ભુરાભાઈ મોતીભાઈ રાવળ અને ચાણસ્મા બેઠક પર આમ આદમી પાર્ટીમાંથી મહેસાણાના વિષ્ણુભાઈ જોરાભાઈ પટેલ, અપક્ષ ભાટસરના શૈલેષકુમાર અમરતભાઈ રાવળ, ભારતીય જનતા પાર્ટીમાંથી ચાણસ્માના રાજેન્દ્ર અમૃતલાલ પટેલ અને ગુજરાત નવનિર્માણ સેનામાંથી નાગણેશ્વર ધામ લોલાડાના શિવાનંદજી સરસ્વતી ગુરુ શ્રી માધવનંદજીએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.