તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:જિલ્લાના 185 ગામો હજુ કોરોના સંક્રમણથી દૂર

પાટણ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાટણ જિલ્લામાં 524 કુલ ગામ પૈકી 339 ગામોમાં વાયરસ પ્રસરી ગયો : 43 ગ્રામ્ય-શહેરમાં કેસ બે ત્રણ અંકમાં
 • 4 ડિસેમ્બર સુધીનું ચિત્ર : કુલ ગામ 339: કેસ 3740 :ડિસ્ચાર્જ થયા 3358 : એક્ટીવ કેસ 309

પાટણ જિલ્લામાં કોવિડ 2019 કોરોના મહામારી સિદ્ધપુર તાલુકાના પ્રથમ કેસ સાથે શરૂ થવા પામી હતી. જે કોરોના વાયરસ અત્યાર સુધીમાં જિલ્લાના 524 પૈકી 339 ગામોમાં પ્રસરી ચૂક્યો છે. જ્યારે બે ત્રણ તબક્કાના પીકઅપ પછી પણ જિલ્લાના 185 જેટલા ગામોના લોકો કોરોના મહામારીમાં બિલકુલ સુરક્ષિત રહ્યા છે. જ્યાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. જે ગામોમાં કોરોનાના કેસો નોંધાયા છે તે પૈકી 43 ગ્રામ્ય અને શહેરી વિસ્તારો એવા છે કે જેમાં 2 કે 3 આંકડામાં કેશો પ્રકાશમાં આવ્યા છે.

કોરોના વાયરસના પ્રસાર રોકવા માટે જિલ્લામાં સમગ્ર આરોગ્ય તંત્ર વહીવટી તંત્ર અને પોલીસ દળ સહિતના સુરક્ષાકર્મીઓ છેલ્લા અગિયાર માસથી સતત ઝઝુમી રહ્યા છે. સ્વૈચ્છિક સંસ્થાઓ અને સંગઠનો પણ ફેસ માસ્ક અને સેનેટરાઈઝરના વિતરણ માટે તેમજ દવા છંટકાવ માટે વિનામૂલ્યે જનસેવા કરી રહ્યા છે. જો કે, લોકડાઉન હળવું કર્યાના તબક્કાવાર આપવામાં આવેલી છૂટછાટ અને દિવાળી પછીના પીક અપ દરમિયાન કેસો ઝડપથી વધી રહ્યા છે. 2 અથવા 3 અંકમાં કેસ થયા છે તેમાં સિદ્ધપુરના 6, સરસ્વતીના 2, ચાણસ્માના 13, હારિજના 3, સમીના 4, પાટણના 9 , શંખેશ્વરના 3 સાંતલપુરમાં 2 ગામ અને રાધનપુરના 1 ગામનો સમાવેશ થાય છે.

સૌથી ઓછું સંક્રમણ હારિજ તાલુકામાં
આરોગ્ય વિભાગની જાણકારી મુજબ જિલ્લામાં 185 જેટલા ગામોમાં કેસ નોંધાયો નથી. જેમાં સિદ્ધપુર તાલુકામાં 12 ગામ, સરસ્વતી તાલુકામાં 32 ગામ, ચાણસ્મા તાલુકામાં 4 ગામ , હારીજ તાલુકામાં 68 ગામ, સમી તાલુકામાં 15 ગામ, રાધનપુર તાલુકામાં 26 ગામ, શંખેશ્વર તાલુકામાં 16 ગામ અને સાંતલપુર તાલુકામાં 35 અને પાટણ તાલુકાના 9 ગામો કોરોનાના સંક્રમણથી દૂર રહ્યા છે.

છૂટાછવાયા ગામોમાં સામુદાયિક સંક્રમણ થતું નથી
ગ્રામ્ય વિસ્તારમાં શહેરી કરતાં ઓછું સંક્રમણ લગભગ તાલુકા વિસ્તારોમાં થઈ રહ્યું છે. જેમાં સાતલપુર અને હારિજ તાલુકાના ગામોમાં બિલકુલ ઓછા કેસ નોધાયા છે. ચોરાડના સાતલપુરમાં ગામો છૂટાછવાયા છે અને શુધ્ધ આબોહવા છે. જે ગામોમાં કેસ થયા છે તે પણ એકાદ બે જેટલા છે કેમ કે સામુદાયિક સંક્રમણ અહીં થતું નથી તેમ ભરતભાઇ રાજગોરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો