વિશ્વ મહિલા દિવસ:181 અભયમની ટીમે પાટણમાં 8 વર્ષમાં 17558 મહિલાઓને જીવન જીવવાનો નવો રાહ બતાવ્યો

પાટણ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીના સમયે માર્ગદર્શન અપાયું

પાટણમાં 181 મહિલા અભયમ દ્વારા આઠ વર્ષમાં 17,558 જેટલી મહિલાઓને સફળ રીતે કાઉન્સિલિંગ કરી તેમને જીવન જીવવાની નવી રાહ દેખાડી છે.મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીના સમયે તાત્કાલિક બચાવ તેમજ યોગ્ય સલાહ માર્ગદર્શન મળી રહે તેવા હેતુથી વર્ષ 2015 થી 181 અભયમ મહિલા હેલ્પલાઇન કાર્યરત્ છે.

પાટણ જિલ્લામાં 181 અભયમ હેલ્પલાઇનમાં 3 કાઉન્સલર , 3 મહિલા પોલીસ અને 2 ડ્રાઇવર મળી 8 સભ્યોની ટીમ દ્વારા માર્ગદર્શન અપાય છે.મહિલાઓનું કાઉન્સિલિંગ કરી જરૂર પડે તો પીડા કે શોષણ કરનાર પરિવાર પતિ કે અન્ય કોઈ ત્રાહિત વ્યક્તિને કાઉન્સેલિંગ કરી સમાધાન કરાવવાનો પ્રયત્ન કરે છે.

8 વર્ષમાં આવી 17,558 મહિલાઓની કાઉન્સિલિંગ કરી તેમજ 3828 મહિલાઓને સ્થળ ઉપર જઈ તેમને પીડા અને શોષણમાંથી મુક્તિ અપાવી છે. જ્યારે અન્ય ગંભીર પીડિતાના કેસમાં પોલીસ સ્ટેશન, મહિલા સહાયતા કેન્દ્ર , સખી વન સ્ટોપ સેન્ટર વગેરે સંસ્થાઓ સુધી લઈ જઈ ન્યાય મળે તે માટે કામગીરી કરી છે.

શહેરમાં કોલેજ રોડ યુવતીઓને પજવણીમાંથી મુક્તિ અપાવી
અભયમ કાઉન્સિલર કામિનીબેન જણાવ્યું કે શહેરમાં કોલેજ રોડ ઉપર યુવતીઓ સાથે પજવણી થવાની ઘટનાઓ બનતી હોય અમે રોજ કોલેજ સમય દરમિયાન બે કલાક સુધી કોલેજના ગેટથી રસ્તા ઉપર વોચ રાખીને આવી કોઈ પજવણી ના થાય તે માટે રોજ પેટ્રોલિંગ કરીએ છીએ સાથે યુવતી અને આવી ઘટના બને તો કઈ રીતે મદદ માગવી તે માટે પણ જાગૃત કરી રહ્યા છીએ.

લગ્ન બાહ્ય સંબંધોને લઇ પત્નીને ત્રાસ આપવાના જ 80 કેસ
છેલ્લા બે ત્રણ વર્ષથી ટીમને જે પીડિત મહિલાઓના મદદ માટે ફોન આવે છે. તેમાં 80% કેસ લગ્ન બાહ્ય સંબંધોને લઈ પતિ દ્વારા ત્રાસ આપવાના હોય છે. મૈત્રી કરાર કરીને બીજી મહિલા સાથે રહેતા હોય તેવા પણ કિસ્સા હોય છે. લગ્ન બ્રાહ્ય સંબંધોનું પ્રમાણ ખૂબ વધી રહ્યું હોય લગ્ન જીવનમાં ભંગાણ ના થાય માટે કાઉન્સિલિંગ કરીએ છીએ.કેટલાક કિસ્સાઓમાં પત્નીના પણ લગ્ન બાહ્ય સંબંધો હોય છે. જેના કારણે પરિવારમાં વિખવાદો થઈ રહ્યા છે.તેવું કાઉન્સિલરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...