કોરોના સંક્રમણ:સિદ્ધપુરમાં 11 સહિત જિલ્લામાં કોરોનાના 18 કેસ

પાટણ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 24 કલાલમાં 16 દર્દીઓ સ્વસ્થ થતા હાલમાં જિલ્લામાં 121 એક્ટિવ કેસ

પાટણમાં ગુરુવારે 1591 લોકોના સેમ્પલ લેવામાં આવતા સિદ્ધપુર તાલુકામાં 11 સહિત જીલ્લામાં 18 નવા કેસ નોંધાયા હતા. જેમાં ચાણસ્મા તાલુકાના વડાવલી ગામમાં સાત વર્ષનું બાળક કોરોના સંક્રમિત થયું હતું.ચોવીસ કલાકમાં 16 દર્દીઓ સ્વસ્થ થતા હાલમાં એક્ટિવ કેસ ઘટીને 121 કેસ એક્ટિવ છે.

પાટણ જિલ્લામાં નોંધાયેલ 1591 લોકોના સેમ્પલ લેવામાં આવતા કુલ 18 કેસ નોંધાયા હતાં. જેમાં સિદ્ધપુર શહેરમાં 6 તેમજ પચકવાડા, મામવાડા ,બીલીયા ખળી,નેદરા ગામમાં એક એક મળી તાલુકામા 11 કેસ , ચાણસ્મા શહેરમાં એક તેમજ વડાવલી ગામમાં બે મળી તાલુકામાં 3 કેસ , પાટણના સરવા ગામમાં સરસ્વતી તાલુકાના અઘાર ગામમાં સાંતલપુર ના ફુલપુરા ગામમાં તેમજ શંખેશ્વર પદ્મનાભ સોસાયટીમાં એક એક કેસ નોંધાયા હતાં. જિલ્લામાં ચોવીસ કલાકમાં 16 દર્દીઓ સ્વસ્થ થતા હાલમાં એક્ટિવ કેસ ઘટીને 121 કેસ એક્ટિવ છે.

અન્ય સમાચારો પણ છે...