વિકાસ કામોને મંજૂરી:સિદ્ધપુર તાલુકા પંચાયતની સામાન્ય સભામાં 1.70 કરોડના વિકાસ કામોને મંજૂરી અપાઈ

પાટણ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 35 લાખનું જેટિંગ મશીન પણ વસાવવામાં આવશે

સિદ્ધપુર તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રમુખ સાકેરાબેન મરેડીયાના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા મળી હતી. જેમાં ગ્રામવિકાસ માટેની 15મા નાણાપંચની ગ્રાન્ટ રૂ .1,70 કરોડમાંથી 35 લાખનું જેટીંગ મશીન અને બીજી રકમ માંગણી મુજબ વિકાસના કામ માટે મંજૂર કરી હતી.

આ પ્રસંગે તાલુકા પંચાયત ઉપપ્રમુખ દશરથભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી એજાજ રાજપુરા, નાયબ હિસાબનીશ ડામોર, વિસ્તરણ અધિકારી ગણેશભાઈ તેમજ તમામ અધિકારીઓ, પદાધિકારીઓએ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત બેઠકમાં તાલુકાના ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નો અને તેના ઉકેલને લઈને વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી .

અન્ય સમાચારો પણ છે...