કાર્યવાહી:રસલપુરા, મંડલોપ, ધિણોજ, ચંદ્રુમાણા અને ગાજદીનપુરાથી 17 શકુનિ ઝડપાયા

પાટણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે રેડ કરી રોકડ 43,220 જપ્ત કરી : 4 શખ્સો ફરાર

પાટણ જિલ્લામાં રસલપુરા, મંડલોપ, ધીણોજ, ચંદ્રુમાણા અને ગાજદીનપુરામાં શ્રાવણીયો જુગાર રમતા 17 શકુનિને રોકડ રૂપિયા 43,220નો મુદ્દામાલ ઝડપી પાડ્યા હતો. પોલીસની રેડ દરમિયાન 4 જુગારી ફરાર થઈ ગયા હતા.

સિદ્ધપુર તાલુકાના રસલપુરા ગામેથી જુગાર રમતા 3 શખ્સો રોકડ રૂ.1900 સાથે ઝડપાયા હતા. ચાણસ્મા તાલુકાના મંડલોપ ગામે જુગાર રમતા 3 શકુનિ રૂ.3850 સાથે ઝડપાયા હતા. ચાણસ્મા તાલુકાના ધીણોજ ગામે 3 શકુનિ રોકડ રૂ.3360 સાથે ઝડપાયા હતા.જ્યારે પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે જુગાર રમતા 5 શકુનિ રોકડ રૂ.19130 તેમજ 4 મોબાઈલ સાથે ઝડપાયા હતા. એક શખ્સ ભાગી ગયો હતો. જ્યારે સમી તાલુકાના ગાજદીનપુરા ગામે જુગાર રમતા 4 શખ્સોને રોકડ રૂપિયા 14,980 તેમજ 4 મોબાઇલ સાથે ઝડપી પાડ્યા હતા. આ રેડ દરમિયાન 3 શકુનિઓ ફરાર થઈ ગયા હતા.

શ્રાવણીયો જુગાર રમતાં ઝડપાયેલા શખ્સો
રસલપુરા : પરમાર રમેશભાઈ ધનાભાઈ, ઠાકોર મંગાજી જવાનજી અને ઠાકોર સોવનજી જવાનજી રહે તમામ રસલપુરા, મંડલોપ : ઠાકોર લાલાજી મનુજી, ઠાકોર દિનેશજી બચુજી અને ઠાકોર મહેશજી મનુ જી રહે તમામ મંડલોપ ધીણોજ : ઠાકોર અમરતજી કાનજી, નાયક રમેશભાઈ પ્રાણ સુખલાલ અને લુહારીયા મેહુલકુમાર નવઘણભાઈ રહે તમામ ધીણોજ
ચંદ્રુમાણા :- વ્યાસ દર્શન કુમાર નીતિનભાઈ , વ્યાસ કરણ કુમાર ભરતભાઈ રહે ચંદ્રુમાણા, રાવલ વિરલકુમાર ચંદ્રકાંત રહે.માણસુદ, ઠાકોર બળવંતજી હેમુજી ,ઠાકોર બળદેવજી કપૂર જી રહે. ચંદ્રુમાણા અને ઠાકોર ઉમેદજી (ફરાર) રહે. પીલુવાડા
ગાજદીનપુરા : નાડોદા ધનેશભાઈ સેમાભાઈ રહે.દાદર, ઠાકોર બાબાભાઈ નાગરભાઈ, ઠાકોર ધનજીભાઈ વીરાજીભાઈ, ઠાકોર કિશનભાઇ જીવણભાઈ રહે.તમામ ગાજદીનપુર ઝડપાઈ, ફરાર ઠાકોર વિષ્ણુ ભાઈ સોનાભાઈ, ફરાર મોચી ચીમનભાઈ કરસનભાઈ, ઠાકોર ભરતભાઈ ચતુરભાઈ ફરાર રહે.તમામ ગાજદીનપુર

અન્ય સમાચારો પણ છે...