ક્રાઈમ રેટમાં ઘટાડો:પાટણ જિલ્લાનાં 17 પોલીસ સ્ટેશનોમાં વર્ષ 2022માં ગુનાખોરી પર કાબુ આવ્યો હોવાનો દાવો, વર્ષ 2021 કરતા ઓછા ગુના નોંધાયા

પાટણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ જિલ્લા પોલીસવડાની કચેરીનાં તાબામાં આવતા 17 પોલીસ સ્ટેશનોમાં વિતેલા વર્ષ 2022માં ગુનાખોરીનો ક્રાઈમ રેટમાં ઘટાડો થયો હોવાનો દાવો થઈ રહ્યો છે. પાટણ જિલ્લામાં ગંભીર પ્રકારનાં ગુનાઓની સંખ્યા 2021માં 5718 હતી. જે 2022માં ઘટીને લગભગ અડધો અડધ એટલે કે, 50 ટકાથી થોડી વધુ થઈ હતી. 2022નાં જાન્યુઆરીથી ડિસેમ્બર-2022 દરમિયાનનાં 12 મહિનામાં પાટણ જિલ્લાનાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગંભીર પ્રકારનાં 2640 ગુનાઓ નોંધાયા હતા. જેમાંથી 2456 ગુનાઓનો ઉકેલ એટલે કે, ડિટેકશન કરાયુ છે. તેમાંથી 2135 ગુનાઓને કોર્ટોમાં કમિટ કરાયા છે.

પાટણ જિલ્લામા 2022માં હત્યા એટલે કે, ખૂનનાં 25 બનાવો નોંધાયા હતા. શૈક્ષણિક મનુષ્ય વધુ આઈપીસી 304ને લગતા 4 ગુના નોંધાયા હતા. ગુનહિત મનુષ્ય વધ ન ગણાય તેવું બેદ૨કા૨ીથી મૃત્યુ નિપજાવવાનાં 6, આત્મહત્યા માટે દુપ્રેરણ કરવું આઈપીસી 306 મુજબનાં 11, આઈપીસી 307 એટલે કે ખૂનની કોશિશનાં 27, ગુનાહિત મનુષ્યવધ કરવાની કોશીશ આઈપીસી 308નાં 2, હંગામો-3, સાદી મારામારીનાં 78, ગંભીર મારામારીનાં 113, ગુપ્ત ગૃહ પ્રવેશનાં 8, ગુનાહિત ધમકીઓ આપવાનાં 511, અપહરણનાં 14, પૈસા પડાવવા માટે અપહરણનો એક, બળાત્કારનાં 9, છેડતીનાં 2, જાતિય સતામણીનાં-17, મહીલાને લગ્ન માટેની ફરજ પાડવા માટે અપહરણના -3, સાસરિયા દ્વારા ત્રાસનાં 24, ધાડનાં પાંચ, લૂંટનાં 13, રાતની ઘરફોડ ચોરીઓ 48, દિવસની ઘરફોડ-4, સામાન્ય પરચુરણ ચોરીનાં 193, ચોરીની કોશિશનાં 6, ચોરીનો માલ રાખવા બદલનાં 4, બળજબરીથી પૈસા કઢાવી લેવાનાં 13, ચોરી ધાડનો માલ રાખવા બદલનાં 13, ઠગાઈનાં 33, વિશ્વાસઘાતનાં 11, ખોટી બનાવટનાં-22, જાહેર રસ્તા પર બેકાળજીથી વાહન ચલાવવાનાં 221, બેકાળજીથી વાહન ચલાવી બીજાઓની જિંદગીને જોખમમાં મુકીને ઈજાઓ ક૨વાનાં 172, ૨ોડ અકસ્માતમાં બેદરકારીથી મોત નિપજાવવાનાં 121, જાહે૨નામા ભંગનાં આઈપીસી 188નાં 441 ગુના તથા અન્ય આઈપીસીનાં 122 ગુના નોંધાયા હતા. આ ઉપરાંત પાટણ જિલ્લામા શસ્ત્ર અધિનિયમનાં 28, મોટ૨વાહન અધિનિયમનાં 529, જુગારનાં 452 ગુના નોંધાયા હતા.

અન્ય સમાચારો પણ છે...