તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એલમપુરની તસ્કર ટોળકી ઝડપાઈ:પાટણ-મહેસાણાના લૂંટના 17 ગુનાનો ભેદ ઊકેલાયો, રાધનપુર વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીઓનો ભેદ ઊકેલાયો

પાટણએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે લૂંટમાં વપરાયેલ છરી, બાઈક, મોબાઈલ સહિત રૂ. 1.14 લાખનો મુદ્દામાલ કબજે લીધો

પાટણ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં ચોરી અને લૂંટની ઘટનાઓ બની રહી છે ત્યારે પાટણ એલસીબીએ પાટણ અને મહેસાણા જિલ્લામાં લૂંટ, ધાડ કરનાર ટોળકી અને રાધનપુર વિસ્તારમાં ઘરફોડ ચોરી કરનાર ટોળકીને ઝડપી લેતાં લૂંટના 17 અને ચોરીના 1 ગુનાઓના ભેદ ઉકલ્યા છે.

એલ.સી.બી પીઆઈ એ.બી.ભટ્ટે સ્ટાફ સાથે પેટ્રોલિંગ દરમિયાન ઠાકોર અજિતજી જેણાજી દલસંગજી, ઠાકોર લાલસિંહ જગાજી સદાજી અને ઠાકોર વિપુલજી શિવાજી નાનજીજી (રહે. એલમપુર)ને ઝડપી પૂછપરછ કરતા પાટણ તેમજ મહેસાણા જિલ્લાની હદ વિસ્તારમાં રાહદારીઓને છરી બતાવી લૂંટ કરેલા રૂ. 1000, 10 મોબાઈલ, સોનાની ચેન, મરચી અને લૂંટ કરીને તેમાંથી બનાવેલ સોનાની રણી, બાઈક અને લોખંડની છરી મળી રૂપિયા 1,14,310નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં પાટણ શહેર એ ડીવીઝન અને પાટણ તાલુકા પોલીસ સ્ટેશનના લૂંટના બે ગુનાઓ ઉપરાંત અન્ય 15 ગુનાની કબુલાત કરી છે.જ્યારે રાધનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનામાં ચાર ચોરને ઝડપી લઇ સોનાની કડીઓ રોકડ રકમ અને મોબાઈલ ફોન કબજે કર્યા હતા.

ઝડપાયેલા શખ્સોએ આ ગુના કબૂલ્યા
- મહેસાણા પાંચોટ બાયપાસ રોડ-બે સોનાની કડીઓની લૂંટ
-પાટણ સબોસણ એલમપુર રોડ - મોબાઇલની લૂંટ
- ચાણસ્મા મોઢેરા રોડ ઉપર મણિપુરાના પાટીયા-મોબાઈલની લૂંટ
-ચાણસ્મા મહેસાણા હાઈવે પર ખારાધરવા પાટિયા - રીક્ષા ઊભી રાખી રૂ.500ની લૂંટ
-ચાણસ્મા મોઢેરા રોડ ઉપર વડાવલી પાટિયા- મોબાઇલ અને બે હજાર રોકડા લૂંટ
-મહેસાણા છઠીયારડા થી પાંચોટ રોડ-40 હજારની લૂંટ
-મહેસાણા મોઢેરા ગાભુ રોડ - 200ની લૂંટ
-પાટણ ઊંઝા રોડ ઉપર ધારપુરથી આગળ - મોબાઈલ ફોનની લૂંટ
- ચાણસ્મા સાઈબાબાના મંદિર નજીક- મોબાઈલની લૂંટ
-ચાણસ્મા મહેસાણા રોડ ઉપર બહુચરાજી ત્રણ રસ્તા નજીક - મોબાઇલની લૂંટ
-ચાણસ્મા મહેસાણા રોડ ઉપર ખારાધરવા પાસે-રૂપિયા 10 હજારની લૂંટ
-કુણઘેર સેધા સેવાળા રોડ -મોબાઈલ અને 500 રૂપિયાની લૂંટ
- પાટણના ગજાથી સંખારી રોડ-મોબાઈલ ફોનની લૂંટ
- પાટણ તાલુકાના મણુંદ પાસ-ફોન અને ચાંદીની વીંટીની લૂંટ
- ચાણસ્મા પાટણ હાઈવે ઉપર રૂપપુર ગામ નજીક આવેલ રાયડાની ફેક્ટરીમાં બે મોબાઇલ ફોનની ચોરી કરી હતી

લૂંટના આરોપી : ઠાકોર અજિતજી જેણાજી દલસંગજી, ઠાકોર લાલસિંહ જગાજી સદાજી અને ઠાકોર વિપુલજી શિવાજી નાનજીજી ત્રણે રહે એલમપુર
ચોરીના આરોપી : ઘાંચી ઈકબાલ ગનીભાઈ, ઘાંચી અસલમ ભાઈ ઇબ્રાહીમ ભાઇ અને ઘાંચી માહિર મહેબુબભાઇ ત્રણેય રહે રાધનપુર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો