હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં અભ્યાસ કરતા છાત્રો અભ્યાસક્રમ પૂર્ણ થયા બાદ યુનિવર્સિટીમાંથી ડિગ્રી સર્ટી લેવાની દરકાર ન લેતાં છેલ્લા 2002થી 2018 દરમ્યાન 17 વર્ષમાં 16841 ડિગ્રી સર્ટી પરીક્ષા વિભાગની અભરાઈએ ધુળ ખાઈ રહ્યા છે. અંતે યુનિવર્સિટી દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી પડી રહેલા ડિગ્રી સર્ટિ છાત્રો લઈ જાય માટે યાદી બનાવી વેબસાઈટ ઉપર મૂકી લઈ જવા માટે અપીલ કરી છે. તેમજ હવે નવીન વર્ષથી છાત્રોને ડિગ્રી સર્ટી મળી જાય તે માટે સરનામાંની ખાતરી માટે આયોજન કરવામાં આવ્યું છે.
યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં સ્નાતક કે અનુસ્નાતક અભ્યાસક્રમમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સૌથી મહત્વનું ડિગ્રી પૂર્ણ કરવાની ખાતરી કરતું સર્ટી એટલે કે ડિગ્રી સર્ટી યુનિવર્સિટી દ્વારા છાત્રોને આપેે છે. આ સર્ટી યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને આપેલા સરનામાં ઉપર પોસ્ટ મારફતે મોકલાતું હોય છે.પરંતુ વિદ્યાર્થીઓએ આપેલા સરનામાં અભ્યાસક્રમ પૂર્ણ થયા બાદ બદલાયા હોય અથવા તો સરનામા લખાવવામાં કોઈ ભૂલ થઈ હોય જેને લઇ પોસ્ટ મારફતે મોકલેલા ડિગ્રી સર્ટી સરનામું ખોટું હોય પરત આવી રહ્યા છે. સરેરાશ દર વર્ષે 300 થી 3000 જેટલા સરનામા ખોટા હોવાના કારણે પરત આવે છે.જે સર્ટી કોલેજો લેવા તૈયાર ના હોય પરીક્ષા વિભાગમાં રાખે છે.
છાત્રોની નામ સાથે યાદી જાહેર કરાઈ : કુલપતિ
કુલપતિ ડૉ.જે.જે. વોરાએ જણાવ્યું કે વિદ્યાર્થીઓએ સરનામું બદલેલ હોય અથવા તો સરનામું દર્શાવવા દરમિયાન ચોકસાઈ ના રાખતા ખોટું સરનામું હોય ડિગ્રી સર્ટી તેમના સુધી ના પહોંચી પરત આવ્યાં છે. દર વર્ષે છાત્રોની ભૂલને કારણે સર્ટિ પરત આવી રહ્યા હોય મોટી સંખ્યામાં સર્ટિ પડયા રહેતા વિદ્યાર્થી સુધી પહોંચે તે માટે અત્યાર સુધીના વર્ષોમાં જે પણ સર્ટિ પડ્યા છે. તેમની એક સંપૂર્ણ નામ સાથેની યાદી તૈયાર કરી યુનિવર્સિટીની વેબસાઇટ પર મૂકી છે.જેમને ડિગ્રી સર્ટી મળ્યા નથી તે યાદી ચેક કરી વિદ્યાર્થી પોતાના આધારકાર્ડ સાથે યુનિવર્સિટીમાં આવીને આ ડિગ્રી સર્ટી મેળવી શકશે.
યુનિ હવે છાત્રોના સરનામાંની ખાતરી કરશે : નિયામક
પરીક્ષા નિયામક મિતુલ દેલિયાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થી જ્યારે પ્રવેશ ફોર્મમાં જે સરનામું ભરે છે. તેમજ યુનિવર્સિટીમાં એનરોલમેન્ટ થાય ત્યારે સરનામું દર્શાવવાનું હોય છે. આ સરનામાની ખાતરી માટે યુનિવર્સિટી દ્વારા પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ તેમજ કોલેજોને વિદ્યાર્થીઓના સરનામામાં ફેરફાર હોય કે બદલાયેલ હોય તો ચકાસણી કરવા માટે સૂચન કરાશે.તેમજ યુનિવર્સિટી પણ એનરોલમેન્ટમાં છાત્રોના સરનામા સાચા છે કે કેમ તે બાબતે મેસેજ કે અન્ય કોઈ રીતે ખાતરી કરવાનું આયોજન કરી રહી છે.
17 વર્ષમાં 16841 છાત્રોએ સર્ટિ નથી લીધા
વર્ષ | સર્ટિ |
2002 | 225 |
2003 | 86 |
2004 | 209 |
2005 | 275 |
2006 | 1261 |
2007 | 1056 |
2008 | 884 |
2009 | 224 |
2010 | 480 |
2011 | 487 |
2012 | 1073 |
2013 | 1351 |
2014 | 1638 |
2015 | 2938 |
2016 | 200 |
2017 | 3558 |
2018 | 672 |
BAથી લઈ Phd સુધીના સર્ટી
PHD | 28 |
BA | 4458 |
BCOM | 1352 |
MA | 2589 |
BED | 2040 |
BHMS | 88 |
MBBS | 13 |
BDS | 17 |
Msc નર્સિંગ | 13 |
અન્ય ડિગ્રી | 6242 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.