ફોર્મ મંજૂર:આર.ટી.ઇ અંતર્ગત ખાનગી શાળાઓમાં ધો.1માં પ્રવેશ માટે 1668 ફોર્મ મંજૂર થયા

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાની ખાનગી પ્રા. શ.માં ધો. 1માં મફત પ્રવેશ માટે 732 બેઠકો સામે 2094 ફોર્મ ભરાયા

આર.ટી.ઇ અંતર્ગત પાટણ જિલ્લાની ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ એકમાં મફત પ્રવેશ માટે 732 બેઠકો સામે 2094 ફોર્મ ભરાયા છે જેમાં અત્યાર સુધીમાં 1668 ફોર્મ મંજૂર થયા છે. પરંતુ 451 ફોર્મ રિજેક્ટ થયા છે ત્યારે આ અમાન્ય થયેલ ઓનલાઈન અરજીઓમાં ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા વાલીઓને 17 થી 19 એપ્રિલ સુધી તક આપવામાં આવી છે.

પાટણ જિલ્લાની ખાનગી પ્રાથમિક શાળાઓમાં આરટીઇ અંતર્ગત ધોરણ એક માં મફત પ્રવેશ મેળવવા માટે 2094 ફોર્મ ભરાયા છે જેમાં અત્યાર સુધીમાં 1668 ફોર્મ મંજૂર થયા છે 25 ફોર્મ પેન્ડિંગ છે જ્યારે451 ફોર્મ રિજેક્ટ થયા છે. અમાન્ય થયેલ ઓનલાઇન અરજીઓ માં ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે 17થી 19 એપ્રિલ સુધી વાલીઓને તક આપવામાં આવી છે.

બાદમાં 21 એપ્રિલ સુધી અમાન્ય થયેલી ઓનલાઇન અરજીઓ પૈકી પુનઃ ડોક્યુમેન્ટ અપલોડ થયેલ ઓનલાઈન ફોર્મ ની જિલ્લા કક્ષાએ ચકાસણી કરવામાં આવશે એટલે 21 એપ્રિલે અરજીઓ મંજુર થયા અંગેનું ચિત્ર સ્પષ્ટ થશે અને 26 એપ્રિલ ધોરણ એક માં મફત પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર થશે.

અન્ય સમાચારો પણ છે...