પરિવારમાં શોકની લાગણી:વસઇમાં ઘરમાં સૂતા 16 વર્ષીય દીકરાને હાથના અંગૂઠા પર સાપે દંશ મારતાં મોત

પાટણ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૃતક આયલકુમાર રાવલ (ઉંમર વર્ષ 16) - Divya Bhaskar
મૃતક આયલકુમાર રાવલ (ઉંમર વર્ષ 16)
  • મૃતકનું PM કરી તેના સેમ્પલ FSLમાં મોકલ્યા, રિપોર્ટ બાદ કારણ જાણી શકાશે

ચાણસ્મા તાલુકાના વસઈ ગામે મધ્યરાત્રીએ 16 વર્ષના દીકરાને હાથના અંગૂઠા પર સાપ કરડવાથી 26 કલાકના અરસામાં સારવાર દરમિયાન મોત થયું હતું. પરિવારે એકના એક દીકરો ગુમાવતા સમગ્ર ગામ શોકની લાગણીમાં ફેરવાયું ગયું હતું.

વસઈ ગામમાં રહેતાં નીતિનકુમાર રતિલાલ રાવલ તેમના બે સંતાન પુત્ર અને પુત્રી સાથે તેમના મકાનના વચ્ચેના રૂમમાં નીચે પથારી કરીને રવિવારે રાત્રે સુતા હતા ત્યારે તેમનો દીકરો આયલકુમાર જાગીને તેના પિતાને કહ્યું કે ઘરમાં સાપ આવ્યો છે તેના પિતાએ દોઢ ફૂટ લાંબા સાપને ચીપિયાથી પકડીને બહાર છોડી આવીને પરિવાર સુઈ ગયો હતો.

વહેલા સવારે આયલને ગળામાં દુખાવો થતા તેના પિતાને વાત કરતાં ચેક કરતા જમણા હાથના અંગૂઠા ઉપર સાફ કરડ્યો હોવાનું નિશાન દેખાતાં તાત્કાલિક ધારપુર સિવીલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યો હતો. ડોક્ટરે વેન્ટિલેટર ઉપર લઈ સારવાર ચાલુ કરી હતી.સોમવાર રાત્રીએ 3 વાગ્યે સારવાર દરમિયાન મોત થયું હતું.

આ અંગે મૃતકના પિતા નીતિનકુમાર રતિલાલ રાવલે ચાણસ્મા પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો હતો. તપાસ અધિકારી પી.એસ.આઇ.આર.ડી મકવાણાએ જણાવ્યું હતું કે મૃતકનું પીએમ કરી તેના સેમ્પલ FSLમાં મોકલી આપેલ છે રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસ કારણ જાણવા મળશે.

શરીર પર બે ટપકાવાળું નિશાન દેખાય તો તાત્કાલિક દવાખાને જવું જોઈએ
યુનિવર્સિટીમાં એસોશિયેટ પ્રોફેસર (જીવ વિજ્ઞાન)ડો.નીશીથ ધેરૈયા જણાવ્યું હતું કે ઝેરી સાપ કરડવાનું નિશાન સરળતાથી ઓળખવું હોય તો બે ટપકાં જેવું હોય છે. આવું નિશાન દેખાય તો તાત્કાલિક દવાખાને જવું જોઈએ. દરેક સરકારી દવાખાનાઓમાં એએસવી ઇન્જેક્શન હોય છે જે સાપના ઝેર સામે રક્ષણ આપે છે. સમયસર સારવાર મળે તો મૃત્યુ નિવારી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...