અપહરણ:પાટણના જંગરામાંથી 16 વર્ષીય સગીરા ગાયબ, ગામનો વ્યક્તિ લઇ ગયો હોવાનો શક જતાં મામાએ ફરિયાદ નોંધાવી

પાટણ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મામાના ઘરે રહીને મોટી થયેલી સગીરાને ગામનો જ વ્યક્તિ ભગાડી ગયો

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના જંગરાલ ગામમાં મામાના ઘરે રહીને મોટી થયેલી એક 16 વર્ષીય સગીરાને ગામનો જ વ્યક્તિ ભગાડી ગયો હતો. જેમાં શક જતાં સગીરાના મામાએ વાગડોદ પોલીસ મથકમાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ઘરે આવતાં તેઓની ભાણી તેમને ઘરે મળી આવી નહોતી
વાગડોદ પોલીસ મથકમાં એક વ્યક્તિએ ફરિયાદ નોંધાવી છે કે તેઓને કોઈ સંતાન ન હોવાથી તેઓએ પોતાની બહેનની દિકરીને એક વર્ષની હતી, ત્યારથી પોતાની પાસે રાખીને મોટી કરી હતી. પરંતુ ગતરોજ તેઓ કામ અર્થે બહાર જઈને પરત ઘરે આવતાં તેઓની ભાણી તેમને ઘરે મળી આવી નહોતી. જેથી તેઓએ સગાવ્હાલા તથા ઓળખીતાઓને ત્યાં તપાસ હાથ ધરી હતી.

ઠાકોર નામનો વ્યક્તિ પણ તેમના ઘરે આવવાનો બંધ થઈ ગયો
એવામાં તેમના ઘરે અગાઉ આવતો જતો રમેશજી પરબતજી મણાજી ઠાકોર નામનો વ્યક્તિ પણ તેમના ઘરે આવવાનો બંધ થઈ ગયો છે. તેમજે તે પણ તેના ઘરે હાજર ન હોવાથી સગીરાના મામાને તેના ઉપર શંકા ગઇ હતી. તેથી તેઓએ આ મામલે પોલીસ મથકમાં ફરિયાદ કરતાં વાગડોદ પોલીસે સગીરાના અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...