લમ્પી વાયરસ:5 ગામમાં લમ્પીના વધુ 16 કેસ, કુલ 106, પાટણ શહેર સહિત જિલ્લામાં રખડતાં પશુઓને નિયંત્રિત કરવામાં તંત્ર નિષ્ફળ

પાટણ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સાંતલપુરમાં લમ્પી વાયરસથી સંક્રમિત ગાય રખડતી જોવા મળતા રોગચાળાનું જોખમ

પાટણ જિલ્લામાં ગૌવંશમાં લમ્પી વાયરસનો રોગચાળો વધી રહ્યો છે. સોમવારે પાંચ ગામમાં વધુ 16 કેસ મળતા કુલ 106 કેસ થયા છે. જેમાં સૌથી વધુ સાંતલપુર તાલુકામાં લંપી વાઈરસના કેસો નોંધાયા છે ત્યારે વાઈરસનું સંક્રમણ અટકાવવા સરકાર દ્વારા સાવચેતીના પગલાં ભરાયા માટે તંત્રને સૂચના આપી છે છતાં લંપી વાઈરસના સંક્રમણ વાળા પશુઓ રખડતા જોવા મળતા રોગચાળો વકરવાની ભીતી સેવાઇ રહી છે આ ઉપરાંત પાટણ શહેર સહિત ગામડાઓમાં રખડતી ગાયો સંક્રમિત થવાનું જોખમ ઊભું થયું છે છતાં તંત્ર દ્વારા સાવચેતી માટે પગલાં લેવામાં આવ્યા નથી.

પાટણ જિલ્લામાં લંમ્પી વાયરસ ના વધુ 16 કેસ મળ્યા છે. જેમાં સાંતલપુરમાં ત્રણ જાખેલ પાચ લાલપુર ત્રણ બાબરી બે અને સાણીયાથર ગામેથી ત્રણ કેસ મળ્યા છે કુલ 106 કેસ થયા છે 465 ગામોમાં લંમ્પી વાયરસ અંગે સર્વે કરવામાં આવ્યો છે અત્યાર સુધીમાં 15623 પશુઓને રસીકરણ કરવામાં આવ્યું છે. સોમવારે વેક્સિનના વધુ 5000 ડોઝ તંત્રને મળ્યા હતા.રોગચાળો આટલો વકર્યો હોવા છતાં પાટણ શહેર સહિત ગામડાઓમાં પશુઓ રખડી રહ્યા છે જેના કારણે તેમને સંક્રમણ નું જોખમ છે છતાં તંત્ર દ્વારા રખડતા પશુઓને નિયંત્રિત કરવા માટે કોઈ પગલાં લેવાયા નથી એટલું જ નહીં

સંક્રમિત થયેલા પશુઓ પણ રખડતા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સોમવારે સાતલપુરની બજારમાં લંપી વાયરસ થી સંક્રમિત થયેલી ગાય ખુલ્લેઆમ રખડતી જોવા મળી હતી. વાયરસનું સંક્રમણ અટકાવવા અસરગ્રસ્ત પશુઓને બીજા પશુઓથી દૂર રાખવા સરકાર દ્વારા સૂચનાઓ આપવામાં આવેલી છે પરંતુ સાતલપુર ગામમાં સંક્રમિત ગાયની બાજુમાં બીજી કેટલીક ગયો પણ બજારમાં જોવા મળી હતી. જેને પગલે પશુપાલકોમાં ચિંતા પ્રસરી હતી.

લંપી વાયરના સંક્રમણ વાળી ગાય બજારમાં ફરતી હોવાના સમાચાર વાય વેગે પ્રસરતા જિલ્લા પશુપાલન અધિકારી દ્વારા તાલુકા વિકાસ અધિકારીને સ્થળ મુલાકાત લેવા જાણ કરવામાં આવી હતી.આ બાબતે તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતુ કે અમોને સ્થળ પર જવા માટે જિલ્લામાંથી સુચના મળી હતી પરંતુ સ્થળ પર જવાયું નથી વાડામાં સંક્રમણ વાળી ગાયને પુરવામાં આવી છે. વાયરસથી સંક્રમીત ગાય સાંતલપુર બજારમાં ફરતી જોવા મળતા તંત્રની બેદરકારી સામે આવી હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું.

નિયંત્રિત કરવાની પાલિકા-ગ્રામ પંચાયતને જવાબદારી
નાયબ પશુપાલન નિયામક વી બી પરમારે જણાવ્યું હતું કે ગામડાઓમાં રખડતા પશુઓને નિયંત્રિત કરવા માટે ગ્રામ પંચાયત ના સરપંચ અને તલાટી અને શહેરમાં નગરપાલિકા અને ચીફ ઓફિસરને જવાબદારી આપવામાં આવેલી છે. રખડતા પશુઓ નિયંત્રણ કરવા તેમજ બીમાર પશુઓ ની હેરાફેરી ન થાય તેમજ રોગચાળા થી પશુનું મૃત્યુ થાય તો મૃત દેહને વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાની પણ જવાબદારી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...