કોરોના અપડેટ:સિદ્ધપુર તાલુકામાં 13 સહિત જિલ્લામાં કોરોનાના 16 કેસ

પાટણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 21 દર્દીઓ​​​​​​​ સ્વસ્થ થતા હાલમાં 158 કેસ એક્ટિવ

પાટણ જિલ્લામાં ગુરુવારે કોરોનાના નવાં 16 કેસ નોંધાયા હતાં.જેમાં સિદ્ધપુર તાલુકામાં 13 કેસ નોંધાયા હતા. પાટણ શહેરમાં એક પણ કેસ નોંધાયો ન હતો.ચોવીસ કલાકમાં 21 દર્દીઓ સ્વસ્થ થતા હાલમાં 158 કેસ એક્ટિવ છે.પાટણ જિલ્લામાં 2038 લોકોના સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. જેમાં 16ના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં હતા.

સિદ્ધપુર શહેરમાં રુદ્ર મહાલય, ગોવિંદ માધવ સોસાયટી, મોતી હિરવાણી અને નવા વાસ વિસ્તારમાં 1-1 કેસ, મેથાણ, કનેસરા, સેદરાણા, સહેસા, વાઘના, ખળી બીલીયા, લાલપુર અને નેદરા ગામમાં 1-1 કેસ મળી કુલ તાલુકામાં 13 કેસ, ચાણસ્માના અષ્ટ વિનાયક કોમ્પ્લેક્સમાં 2 કેસ અને પાટણ તાલુકાના કુણઘેર ગામમાં એક કેસ નોંધાયો હતો.

મહેસાણા જિલ્લામાં કોરોનાના 76 કેસ
મહેસાણા જિલ્લામાં ગુરૂવારે કોરોનાના નવા 76 સંક્રમિતો સામે આવ્યા હતા. 76 પૈકી 26 સંક્રમિતો શહેરી અને 50 સંક્રમિતો ગ્રામ્ય વિસ્તારના રહ્યા હતા. જિલ્લામાં સૌથી વધુ 29 કેસ મહેસાણા શહેર અને તાલુકામાં નોંધાયા હતા. આ ઉપરાંત વિજાપુરમાં 19, કડીમાં 9, વડનગરમાં 7, વિસનગરમાં 5, ખેરાલુમાં 3, ઊંઝામાં 2 તેમજ બહુચરાજી અને સતલાસણામાં 1-1 કેસ નોંધાયો હતો. બીજી બાજુ સ્વસ્થ થયેલા 49 દર્દીઓને આરોગ્ય વિભાગે ડિસ્ચાર્જ કરાયા હતા. જેને લઇ જિલ્લામાં એક્ટીવ કેસની સંખ્યા વધીને 424 એ પહોંચી છે. આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલા 1763 શંકાસ્પદ સેમ્પલ સાથે 2112 સેમ્પલનો રિપોર્ટ પેન્ડીંગ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...