પાટણ જિલ્લામાં 31 ડિસેમ્બર 22 સુધીમાં 155 હથિયારધારી સ્વરક્ષણ માટે નોંધાયેલ છે. અત્યાર સુધીમાં 80 જેટલા પર્વાનેદારોએ હથિયાર લાયસન્સ રીન્યુ કરાવ્યા છે 75 જેટલા લાયસન્સ ધારકો માટે આ મહિનો રીન્યુ માટે અપાયો છે. જે 75 પરવાનેદારો છે તેમાં 30 જેટલા પરવાનેદારની સુનાવણી ચાલુ છે. કેટલાક નિયમો પણ છે જેમાં જેને 60 વર્ષની ઉંમર છે તેમની આરોગ્ય ચકાસણી સાથે તેમને હથિયાર રાખવા માં20 વર્ષ થયા હોય તો તેમને અલગ રીતે સુનાવણી થતી હોય છે.
છેલ્લા બે વર્ષમાં એકપણ નવી અરજી મંજુર ન થઈ
છેલ્લા બે વર્ષમાં જિલ્લામાં નવી એક પણ અરજી મંજૂર થઈ નથી. અંદાજે પાંચથી દસ વ્યક્તિઓએ લાયસન્સ માટે અરજી કરી હતી. હથિયારધારી પરવાનો રાખવા પાછળ અનેક કારણો છે. તેમાંથી સૌથી મોટું કારણ સ્ટેટસ સિમ્બોલ અને પ્રજામાં વટ પાડવાનું હોવાની ચર્ચા છે. જ્યારે કેટલાક વેપારીઓ નેતાઓ સ્વબચાવને લઇ લાયસન્સ રાખતા હોય છે.
પાંચ વર્ષ એકપણ લાયસન્સ ધારકે કાયદો ન તોડ્યો
પાંચ વર્ષમાં જિલ્લામાં ફાયરિંગ ગોળીબાર એસોલ્ટ ની જે ઘટના બની છે. તેમાં એક પણ પરવાનેદારએ કાયદો તોડવામાં આવ્યો નથી. જ્યારે છેલ્લા પાંચેક વર્ષમાં પાટણ જિલ્લામાં અંદાજે સાતથી આઠ ગેરકાયદે પિસ્તોલ પોલીસ વિભાગ દ્વારા ઝડપવામાં આવેલા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.