પ્રવાસીઓની મુલાકાત:3 મહિનામાં 1.55 લાખ પ્રવાસીઓએ પાટણ રિજીયોનલ સાયન્સ સેન્ટરની મુલાકાત લીધી

પાટણ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દરરોજ સરેરાશ 1500થી 2000 અને રવિવારે 5000થી વધુ પ્રવાસીઓ આવે છે

પાટણમાં રિજીયોનલ સાયન્સ સેન્ટર પાટણની મુલાકાતે આવતા બહારના પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. આ સાયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન થયા બાદ 1 મે 2022 થી 31મી જુલાઈ 2022 સુધીમાં કુલ 1.55 લાખ પ્રવાસીઓ આ સાયન્સ સેન્ટરની મુલાકાત લઈ ચુક્યા છે.પાટણમાં રિજીયોનલ સાયન્સ સેન્ટરમાં દરરોજ સરેરાશ 1500થી 2000 પ્રવાસીઓ મુલાકાતે આવે છે. રવિવારની રજાના દિવસે આ આંકડો વધીને 5000ને પાર પહોંચી જાય છે.

આ સાયન્સ સેન્ટરમાં ડાયનાસોર પાર્ક અને વૈજ્ઞાનિક સિદ્ધાંત પર આધારિત ઇન્ટરેક્ટિવ પ્રદર્શનોની સાથે પાંચ વિવિધ ગેલેરી જેમ કે ડાયનાસોર ગેલેરી, હ્યૂમનસાયન્સ ગેલેરી, નોબેલ પ્રાઇઝ (કેમેસ્ટ્રી) ગેલેરી, હાયડ્રોપોનિક ગેલેરી અને ઓપટીક્સ ગેલેરી છે. એના પછી 5-ડી થિયેટર અને સન ડાયલ જેમાં સૂર્યના પ્રકાશથી આપણે પાટણના લોકલ ટાઇમની માહિતી જાણી શકીએ તેવી વ્યવસ્થા પણ છે તદઉપરાંત 216 બેઠક ક્ષમતાનું ઓડિટોરિયમ અને કાફેટેરિયાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

બાળકોમાં ટેક્નોલોજીના જ્ઞાનમાં વધારો કરવાના ઉદેશ્ય સાથે સાયન્સ સેન્ટરમાં વિવિધ ટેક્નોલોજી વિકસાવવામાં આવી છે. રિજીયોનલ સાયન્સ સેન્ટરનાં મુખ્ય આકર્ષણની વાત કરીએ તો 5D થિયેટર, વર્ચ્યુઅલ રિયાલિટી ટેક્નોલોજી, ડાયનાસોર પાર્ક, ઇલ્યુઝન ટનલ વગેરે છે. દર અઠવાડિયે, આ સાયન્સ સેન્ટર તેના ઓડિટોરિયમમાં 3 થી 4 પ્રવૃત્તિઓનું આયોજન કરે છે અને તેના સાયન્સ એક્ઝિબિશન હોલમાં વિદ્યાર્થીઓ માટે ઇનોવેશન ક્લબ વર્કશોપનું આયોજન પણ કરવામાં આવે છે. જેવું પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રીય જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...