ઓનલાઈન છેતરપિંડી:પ્રોફેસરની મોબાઇલ એપ્લીકેશનથી ખાતામાંથી રૂ 1.54 લાખ સેરવી લીધા

પાટણ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટણ કે.ડી પોલિટેકનિક કોલેજના લેક્ચરર સાથે ઓનલાઈન છેતરપિંડી
  • કેવાયસી અપડેટ માટે એપ ફાઇલ મોકલી ખાતા માંથી પૈસા ટ્રાન્સફર કરી લીધા

પાટણ શહેરના કે.ડી.પોલીટેકનીક સ્ટાફ કવાટર્સમાં રહેતા પ્રોફેસર રાકેશકુમાર દીલીપકુમાર મોદીના મોબાઇલ ઉપર 19 નવેમ્બરે ફોન અાવ્યો હતો. જેમાં બે અજાણ્યા મોબાઇલ નંબર ધારકોઅે અેસબીઅાઇ બેન્કના કસ્ટમર કેરના કર્મચારી હોવાની અોળખાણ અાપી હિન્દી ભાષામાં વાત કરીને તેઅોને વિશ્વાસમાં લઇને અેપ એપ ફાઇલ મોકલી અાપી remote access application ના માધ્યમથી મોબાઇલને અોપરેટ કરી મોબાઇલ પ્રાઇવસીનો ભંગ કરીને તેમના ખાતામાંથી રૂ.1,54,780 ટ્રાન્સફર કરી ઠગાઇ કરી હતી. અા અંગે રાકેશકુમાર મોદીઅે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

હપ્તો ન કપાતાં કેવાયસીમાં મુશ્કેલી હોવાનુ માની કસ્ટમ કેરમાં સંપર્ક કર્યો
પાટણ કે.ડી પોલિટેકનિક કોલેજમાં લેક્ચરર તરીકે ફરજ બજાવતા રાકેશકુમાર દિલીપકુમાર મોદીના મોબાઇલમાં 12 નવેમ્બરે એસબીઆઇમાંથી હેલ્થ ઇન્સ્યોરન્સનો હપ્તા માટે બેલેન્સ રાખવા મેસેજ આવ્યો હતો. જેથી તેમના ખાતામાં બેલેન્સની રકમ જમા રાખી હતી આ દરમિયાન વચ્ચે કેવાયસી અપડેટ માટે મેસેજ આવ્યો હતો. જોકે 19 નવેમ્બરે હપ્તો ન કપાતા તેમણે કેવાયસીમાં મુશ્કેલી થઈ હોય તેઓ અનુમાન કરી તેનો સંપર્ક કરતા તેઓએ ઓનલાઈન કેવાયસી અપડેટ કરવાની સુચના આપી બે શખ્સોએ વિશ્વાસમાં લઇ વોસ્ટએપમાં એપ મોકલી ઓનલાઇન ખાતામાંથી રૂ.1,54,781 રૂપિયાની ટ્રાન્સફર કરી છેતરપિંડી આચરી હતી.

અન્ય સમાચારો પણ છે...