પાટણના ગરીબ અને મધ્યમ વર્ગની પરિવારની વિદ્યાર્થીનીઓને શિક્ષણની સાથે સાથે આત્મ નિર્ભર બનાવવાની પ્રેરણા પૂરી પાડતી સરકારી કે.કે ગલ્સૅ હાઈસ્કૂલમાં શરૂ કરેલ બ્યુટી એન્ડ વેલનેસ વિષય અંતર્ગત લેબ શરૂ કરી છે જેમાં હાલમાં કુલ 150 વિદ્યાર્થીનીઓને બ્યુટી પાર્લરનો વ્યવસાય શીખવાડાઈ રહ્યો છે.
પાટણ શહેરમાં સરકારી કે.કે ગલ્સૅ હાઈસ્કૂલમાં આચાયૅ ડો. દિનેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને તેમના અભ્યાસકાળમાં જ વ્યવસાયલક્ષી શિક્ષણ મળી રહે તેવા સરકારના પ્રયાસથી શરૂ કરવામાં આવેલા વ્યવસાયલક્ષી ટ્રેડ વિદ્યાર્થીનીઓ માટે આત્મ નિર્ભર બનવાનું સાધન બન્યા છે. ત્યારે પાટણની સરકારી શ્રીમતી કેસરભાઇ કીલાચંદ કન્યા વિદ્યાલયમાં બ્યુટી એન્ડ વેલનેસ ટ્રેડ છેલ્લા 5 વર્ષથી શરૂ કરે લ છે જેમાં અત્યાધુનિક અધતન પ્રેક્ટીકલ લેબ પણ તૈયાર કરી છે જે લેબનો શાળાની ગરીબ પરિવારની વિદ્યાર્થીનીઓને લાભ મળી રહ્યો છે.
વિદ્યાર્થીનીઓ આ લેબમાં આઇબ્રો, વેક્સ, હેર કટીંગ, કરલી, સ્ટેટનીંગ, મેડિક્યોર, પેડીક્યોર, ફેશિયલ, બ્લીચીંગ, હેર સ્ટાઈલ વગેરેની પ્રેક્ટિસ મેળવી રહી છે. તો કેટલીક વિદ્યાર્થીનીઓ આ લેબમાં પ્રેક્ટિસ મેળવીને નાનું મોટું બ્યુટી પાર્લરનું કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ પણ થઈ રહી છે .
પાટણ જિલ્લાની 7 જેટલી સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓમાં સ્કીલ કેળવાય તે માટે જુદા જુદા શિક્ષણ સાથે રોજગાર લક્ષી શિક્ષણ અપાઈ રહ્યું છે તેના ભાગરૂપે પાટણ શહેરની કે કે ગર્લ્સ હાઇસ્કુલમાં ધો 9 થી 12 ની વિદ્યાર્થીનીઓ માટે બ્યુટી એન્ડ વેલનેસ વિષય પર અભ્યાસ કરાવાઈ રહ્યો છે.
આજ શાળામાં 4 વર્ષ દરમિયાન અભ્યાસની સાથે સાથે બ્યુટી એન્ડ વેલનેસની ટ્રેનિંગ લઈ તૈયાર થયેલી સૈયદ મહેરાબાનુંએ જણાવ્યું કે શાળામાં અભ્યાસની સાથે વ્યવસાયલક્ષી માર્ગદર્શન મેળવવાથી આત્માનિર્ભર બની મારુ પોતાનું બ્યુટી પાર્લર ચલાઉ છું.અભ્યાસની સાથે સાથે વિદ્યાર્થીઓ આત્મનિર્ભર બને તે માટે ભારત સરકારની આત્મ નિર્ભર વ્યવસાયલક્ષી અભ્યાસક્રમ યોજના ખૂબ જ ઉપકારક બની હોવાનું તેણીએ જણાવ્યું હતું
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.