મુશ્કેલી:પાટણ જિલ્લા પંચાયતમાં વોટર કુલરો બંધ અને પાણી માટે વાર્ષિક 1.50 લાખનો ખર્ચ

પાટણ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વોટર કુલરો બંધ રહેતા ગામડાઓમાંથી આવતા અરજદારોને મુશ્કેલી

ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે.પરંતુ પાટણ જિલ્લા પંચાયતમાં લાંબા સમયથી વોટર કુલરોબંધ પડ્યા છે.જેના કારણે મિનરલ વોટર ના કેરબા પાછળ જિલ્લા પંચાયતમાં વાર્ષિક અંદાજે રૂ 1.50 લાખ જેટલો ખર્ચ થઈ રહ્યો છે. સરકારના નાણાનો ધુમાડો ઉડી રહ્યો છે.છતાં ગામડાઓમાંથી આવતા અરજદારોને પીવાના પાણી માટે મુશ્કેલી પડી રહી છે.ત્યારે આર ઓ પ્લાન્ટ સાથે તમામ વોટર કુલર ચાલુ કરવા માટે લોકોની માંગ ઉઠી છે.

પાટણ જિલ્લા પંચાયતમાં વોટર કુલરો ની સુવિધા કરવામાં આવેલી છે.પરંતુ લાંબા સમયથી વોટર કુલર અને આરો પ્લાન્ટ બંધ હાલતમાં છે.જેના કારણે જિલ્લા પંચાયતની તમામ 18 બ્રાન્ચોમાં પૈસા ખર્ચીને મિનરલ વોટર ના કેરબા લાવવામાં આવી રહ્યા છે. આ મિનરલ વોટર પાછળ વાર્ષિક અંદાજે કુલ રૂ1.50 લાખ જેટલો ખર્ચ થઈ રહ્યો છે અને આ ખર્ચ દરેક બ્રાન્ચો માં તેમની કન્ટીજન્સી ની ગ્રાન્ટ માંથી પાડવામાં આવે છે.

મિનરલ વોટર કેરબા ની સુવિધા મોટાભાગે અધિકારી કર્મચારીઓ માટે કરવામાં આવેલી છે.ગામડામાંથી આવતા અરજદારોને પીવાના પાણી માટે ફાંફા મારવા પડે છે. હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. અને લોકોને પાણીની જરૂરિયાત પણ વધી રહી છે. ત્યારે જિલ્લા પંચાયતના તમામ વોટર કુલર અને આરઓ પ્લાન્ટ શરૂ કરાવવા માટે લોકોની માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...