કોરોના બેકાબૂ:ઇન્ટર્ન ડોક્ટરોની હડતાળમાં ધારપુર કોવિડ હોસ્પિટલના 150 તબીબો જોડાશે

પાટણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હોસ્પિટલમાં અસર પડશે પણ કોવિડ દર્દીઓ ઓછા હોય પહોંચી વળાશે : મેડિકલ કોલેજ ડીન

સ્ટાઈપેન્ડમાં સરકાર દ્વારા વધારો નહિ કરવામાં આવતા ગુજરાતની તમામ મેડિકલ કોલેજમાં ઇન્ટર્નશીપ કરતા 2000થી વધુ તબીબો 14 ડિસેમ્બરથી હડતાલ પર જવાના છે. જેમાં પાટણના ધારપુર ખાતેની મેડિકલ કોલેજના 150 જેટલા ઇન્ટર્ન તબીબો પણ સામેલ થશે. હાલમાં કોરોના મહામારીમાં ડોક્ટર હડતાળથી હોસ્પિટલોમાં કામગીરીમાં અસર પડી શકે છે.

ઇન્ટર્ન તબીબોના સંગઠનના જણાવ્યા મુજબ તેમની માંગણી પ્રવર્તમાન સ્ટાઈપેન્ડ રૂ.12,800થી વધારીને 20000 કરવાની છે અને તેનો અમલ એપ્રિલ 2020 કરવા, એપ્રિલથી અત્યાર સુધીનો એરિયર્સ સાથે ચૂકવવા, ઇન્ટર્ન તબીબો એપ્રિલ માસથી કોવિડ સંબંધિત ફરજ બજાવી રહ્યા છે આ ફરજને બોન્ડ સમાન ગણીને ઇન્ટર્નશિપ પૂરી થઈ તમામને બોન્ડ મુક્ત કરવા, વધુમાં કોવિ ફરજના દિવસોના પ્રોત્સાહિત માનદ મહેનતાણું રૂ.1000 પ્રમાણે પ્રતિદિન આપવા, દિલ્હી સરકાર દ્વારા કોવિડ કામગીરી કરતા મેડિકલના છાત્રો ઇન્ટર્ન અને ડેન્ટલ પાસ થયેલા તબીબોને 6 કલાકની પાળી માટે રૂ.1000 અને 12 કલાકની પાણી માટે 2000 માનદ વેતન અપાય છે મુંબઈમાં ઇન્ટરનેટ તબીબોને રૂ.39000, કેરળ સરકાર દ્વારા 22000 જ્યારે ગુજરાતમાં માત્ર રૂ.13000 આપે છે જે અન્યાયી છે જ્યાં સુધી આ માંગોનો ઉકેલ નહિ આવે ત્યાં સુધી કામગીરી કરાશે નહીં ધારપુર મેડિકલ કોલેજમાં 150 જેટલા ઇન્ટર્ન તબીબો ફરજ બજાવે છે. હાલમાં હોસ્પિટલમાં કોરોનાના 35 ર્દદી હોઈ ઝાઝી અસર પડશે નહીં તેઓ મેડિકલ કોલેજના ડીન ડોક્ટર યોગેશાનંદ ગોસ્વામીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...