તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચુંટણી જંગ:પાટણ પાલિકામાં 11 વોર્ડમાં કુલ 44 બેઠકો માટે 150 ઉમેદવારો મેદાનમાં

પાટણ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાટણ પાલિકામાં ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષ સહીત અન્ય પક્ષો મળીને કુલ 155 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા બાદ ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે 4 અપક્ષ અને એક આમ આદમી પાર્ટીના ઉમેદવાર મળી પાંચ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા હતા. હવે પાલિકામાં 11 વોર્ડમાં કુલ 44 બેઠકો માટે 150 ઉમેદવારો મેદાનમાં છે. આમના વચ્ચે ચૂંટણી યોજાશે.

કુલ 150 ફોર્મ માન્ય રહ્યા પાટણ પાલિકામાં 44 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ જ્યારે આમ આદમી પાર્ટીએ 36 તેમજ અપક્ષના 22 અને અન્ય પક્ષના 9 મળી કુલ 155 ઉમેદવારોના ફોર્મ માન્ય રખાયા હતા. મંગળવારે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ હોવાથી બન્ને પક્ષો દ્વારા હરીફ ઉમેદવારોને ફોર્મ પરત લેવા માટે ખેંચતાણ કરાતા ફક્ત વોર્ડ નંબર 7 અને 11માં જ 5 ઉમેદવારો ફોર્મ પરત ખેંચ્યા હતા. જેમાં વોર્ડ નંબર 7 માં 3 અપક્ષ અને વોર્ડ નંબર 11માં એક અપક્ષ અને એક આમ આદમી પાર્ટી મળીને 2 એમ બે વોર્ડમાંથી કુલ 5 ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાતા કુલ 150 ફોર્મ માન્ય રહ્યા છે.

પ્રતિકોની ફાળવણી ફાઇનલ ઉમેદવારોની યાદી જાહેર માન્ય રહેલા પક્ષ સિવાયના ઉમેદવારોને સાંજે 5 વાગે પ્રતીકોની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં અપક્ષમાં ખાસ કરીને કીટલી, પ્રેશર કુકર અને લેપટોપ જેવા પ્રતીકોની માંગ વધુ જોવા મળી હતી. ત્યારબાદ પ્રતિકોની ફાળવણી બાદ પ્રાંત અધિકારી દ્વારા ફાઇનલ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી.

આ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા : વોર્ડ : 7 - રણજિતકુમાર જયંતીલાલ બારોટ - અપક્ષ - હસમુખભાઈ કાનજીદાસ પટેલ - અપક્ષ - મહેશભાઈ ખેમચંદભાઈ જાદવ - અપક્ષ વોર્ડ - 11 - લતાબેન હરગોવનભાઈ મકવાણા - અપક્ષ - વિક્રમભાઈ બાબુભાઇ પટ્ટણી - આમ આદમી પાર્ટી

ક્યાં વોર્ડમાં કેટલા ઉમેદવાર વોર્ડ : ફોર્મ કુલ - માન્ય - રદ વોર્ડ - 1 - 12 વોર્ડ - 2 - 17 વોર્ડ - 3 - 17 વોર્ડ - 4 - 10 વોર્ડ - 5 - 14 વોર્ડ - 6 - 13 વોર્ડ - 7 - 13 વોર્ડ - 8 - 13 વોર્ડ - 9 - 14 - વોર્ડ - 10 - 14 વોર્ડ - 11 - 13 - 150

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો