તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરી:પાટણમાં ગાડીમાંથી રૂ.22 હજાર ભરેલો થેલો ચોરી કરતો 15 વર્ષનો કિશોર CCTVમાં કેદ

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
15 વર્ષનો કિશોર સીસીટીવીમાં કેદ થયો. - Divya Bhaskar
15 વર્ષનો કિશોર સીસીટીવીમાં કેદ થયો.
  • વોટર પ્લાન્ટના માલિક પાણી બોટલ આપવા જતાં ગઠિયો થેલો ઉઠાવી ગયો
  • પોલીસને દુકાનના સીસીટીવી ફૂટેજ સોંપતા કિશોરની શોધખોળ હાથ ધરાઈ

પાટણ શહેરમાં વહેલી સવારે પાણીની બોટલો ભરી આપવા નીકળલા વોટર પ્લાન્ટ એજન્સીના માલિક પોતાની બેગ ગાડીમાં મૂકીને કોમ્પલેક્ષની દુકાનમાં બોટલ આપવા જતા ગણતરીની મિનિટમાં કિશોર ગાડીમાં પડેલ 22 હજાર રૂપિયા અને ડોક્યુમેન્ટ ભરેલી બેગ ચોરી કરી જતાસીસીટીવીમાં કેદ થયો હતો.પાટણ શહેરમાં મંગળવારે અમરનાથ ટેનામેન્ટમાં રહેતા જોષી મહેશભાઈ મિનરલ વોટર બોટલની એજન્સી ચલાવતા હોય વહેલી સવારે પોતાના તેમજ પત્નીના ડોક્યુમેન્ટ તેમજ રોકડ રૂ.22000 કાળા કલરના બેગમાં મૂકીને ગાડીમાં બોટલ ગ્રાહકોને આપવા નીકળ્યા હતા.

પાલિકા બજારમાં મિસ્ટર બિન નામની દુકાનમાં ગ્રાહકને પાણીની બોટલ આપવા ગયા હતા. તે દરમિયાન ગાડીમાં દરવાજો લોક કર્યા વગર જ અંદર બેગ મૂકીને ગયા હતા.એ દરમિયાન આસપાસ ફરી રહેલ એક અજાણ્યા કિશોરની નજર ગાડીમાં પડેલા બેગ પર પડતા થોડા અંતરે દૂર જઈ આસપાસ કોઈના દેખાતો પરત આવી તકનો લાભ લઇ અંદર પડેલ બેગ ગણતરીની ક્ષણોમાં ઉઠાવીને રફુચક્કર થઈ ગયો હતો.

માલિક પરત આવતા ગાડીમાં બેગ જોવા ન મળતાં શોધખોળ આદરી હતી. પરંતુ ન મળતા આસપાસ લગાવેલા દુકાનના સીસીટીવી ચેક કરતાં આશરે 15 વર્ષનો કિશોર તેમની ગાડીમાંથી બેગ લઈ જતો જોવા મળ્યો હતો. સીસીટીવીના ફૂટેજ સાથે સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરી કાર્યવાહી કરવા અરજી આપી હતી. પોલીસે ફૂટેજના આધારે યુવકની શોધખોળ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...