બાળકોનુ રસીકરણ:પાટણ જિલ્લામાં કિશોરોના રસીકરણના મહાઅભિયાનના ચોથા દિવસે લક્ષ્યાંકની સામે 15 ટકા રસીકરણ થયું

પાટણ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 35 હજાર 535 કિશોરોને રસી આપવાના ટાર્ગેટ સામે 4 હજાર 777 કિશોરોને રસી અપાઇ

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં શરૂ થયેલા 15થી 18 વર્ષની વયના બાળકોને રસી આપવાના રસીકરણ મહાઅભિયાનના આજે ગુરૂવારે ચોથા દિવસે પાટણ શહેર અને જિલ્લાની વિવિધ શાળાઓ, કોલેજો અને આઈટીઆઈમાં મળી અંદાજિત 15% રસીકરણની કામગીરી થઇ છે.

જિલ્લાની તમામ શાળાઓમાં કુલ 31 હજાર 535 બાળકોને રસી આપવાના ટાર્ગેટ સામે ત્રીજા દિવસે 4 હજાર 777 બાળકોને રસી આપવામાં આવી છે. રસીકરણની કામગીરી પાટણ તાલુકામાં 5852 સામે 830 બાળકોને, સિદ્ધપુરમાં 4736ની સામે 515, રાધનપુરમાં 3405ની સામે 381, હારિજમાં 2845ની સામે 411, સરસ્વતીમાં 3098 ની સામે 629, ચાણસ્મામાં 1574ની સામે 830, સાંતલપુરમાં 4453ની સામે 385, સમીમાં 3843ની સામે 213, અને શંખેશ્વરમાં 1734ની સામે 246 બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

પાટણ જિલ્લાની શાળાઓમાં 1370, કોલેજમાં 38, આઈટીઆઈમાં 23 વિદ્યાથીઓ, જ્યારે નોન ગોઈંગમાં 3347 કિશોરો મળીને કુલ 4 હજાર 777 વિદ્યાર્થીઓને રસીકરણ કરી 15% ટકા રસીકરણ ત્રીજા દિવસે સાંજના 6-00 કલાક સુધીમાં કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...