છાત્રોના હિતમાં ફી માફી નિર્ણય:યુનિવર્સિટીના સ્નાતક સેમ 3 અને 5ના 15 હજાર છાત્રોને આ વર્ષે 50 % પરીક્ષા ફી માફ

પાટણ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષે માસ પ્રમોશન આપેલા છાત્રોના હિતમાં ફી માફી નિર્ણય
  • 21 ડિસેમ્બરથી સેમ 5 અને 30 ડિસેમ્બરથી સેમ-3 ની પરીક્ષાઓ શરૂ થશે

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા ઓક્ટોબર ડિસેમ્બરની પરીક્ષાની જાહેર કરવામાં આવી છે. જેમાં સેમ 5ની 21 ડિસેમ્બર અને સેમ-3ની 30 ડિસેમ્બરથી પરીક્ષાનો આરંભ થનાર છે. ત્યારે ગત વર્ષે બન્ને સેમના છાત્રોને પ્રેમોશન આપી પરીક્ષામાં માફ કરાયેલ 50 ટકા ફીનો લાભ મળશે.

યુનિવર્સિટી દ્વારા ઓક્ટોબર ડિસેમ્બર 2021ની સ્નાતક અભ્યાસક્રમમાં સેમ 5 અને 3 ની પરીક્ષાઓ જાહેર કરવામાં આવી છે. જેમાં 21 ડિસેમ્બરથી સેમ 5 ની અને અને સેમ 3ની પરીક્ષા આગામી 30 ડિસેમ્બરથી શરૂ થનાર છે. કોરોનાની સ્થિતિ હળવી થતા યુનિવર્સિટી દ્વારા હવે એમસીક્યુ પદ્ધતિથી લેવામાં આવતી ઓનલાઇન અને ઓફલાઇન પરીક્ષાઓ ના બદલે જૂની પેન અને પેપર મારફતે પ્રશ્નપત્ર અને ઉત્તરવહી પદ્ધતિ પ્રમાણે પરીક્ષા લેવાનો નિર્ણય કરાયો છે. આ પરીક્ષામાં ફક્ત પાંચ પ્રશ્નોના બદલે ચાર પ્રશ્નો લખવાના રહેશે જેમાં વિદ્યાર્થીઓને અઢી કલાકનો સમય આપવામાં આવશે. બંને પરીક્ષાઓ માટે કોલેજોમાં વિધાર્થીઓના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે.

સેમ-2 અને 4માં 50 ટકા ફી માફ કરી લાભ સેમ 3 અને 5ના છાત્રોને લાભ મળ્યો
ગત વર્ષે મેરીટ બેઝ પ્રોગ્રેશન આપેલ સેમ 2 અને 4 ના છાત્રોની પરીક્ષા રદ થતા તેમની ફી માં 50 ટકા રાહત આપવના પરિપત્ર કર્યો હતો. બન્ને સેમમાં છાત્રો ફી ભરી હોઈ પરત આપવાના બદલે આગળના સેમમાં સરભર કરવા નિર્ણય કર્યો હતો. જે અનુસંધાને સેમ 2 અને 4 ના વિદ્યાર્થીઓને તેનો લાભ આ વર્ષની સેમ 3 અને 5 ની પરીક્ષા ફી માં અપાયો છે .

અન્ય સમાચારો પણ છે...