તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શકુનિ ઝડપાયા:સાંતલપુરના વૌવામાં જુગાર રમતાં 15 શકુનિ ઝડપાયા

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાટણ એલસીબીએ 74,500 રોકડ,11 મોબાઇલ, 6 બાઇક મળી રૂ.2,72,500નો મુદ્દામાલ જપ્ત કર્યો

સાંતલપુર તાલુકાના વૌવા ગામે હારજીતનો જુગાર રમાતો હોવાની બાતમી આધારે શુક્રવારે બપોરે પાટણ એલસીબીએ રેડ કરીને 15 શકુનીઓને રોકડ રૂ. 74,500 તેમજ 11 મોબાઇલ, 6 બાઇક મળી કુલ મળી રૂ.2,72,500 સાથે ઝડપી પાડ્યા હતા.

સાંતલપુર પોલીસ મથકે જુગાર રમતાં નાગદાનભાઇ ભીમાભાઇ આહીર,મોમાયા મેરાભાઇ આહીર, જેઠાભાઇ જીવણભાઇ આહીર, સકતાભાઇ લાલાભાઇ આહીર, માવજીભાઇ ભુરાભાઇ બારોટ, રમેશભાઇ ભુરાભાઇ બારોટ, પ્રેમજીભાઇ દસાભાઇ બારોટ, હીરાભાઇ ભુરાભાઇ બારોટ રહે.તમામ વૌવા, જીવણભાઇ જીવાભાઇ આહીર, મહાદેવભાઇ ભુરાભાઇ આહીર, બાબુભાઇ ડુંગરભાઇ આહીર, આલાભાઇ ખેંગાભાઇ આહીર, જીવાભાઇ વાઘાભાઇ આહીર રહે.તમામ ધોકાવાડા અલીખાન ચાંદખાન સમા (મુસ્લીમ) રહે.એવાલ અને વિરેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા રહે. સાંતલપુર સામે જુગાર ધારા મુજબ ગુનો નોંધાયો હતો.

મેસર ગામેથી 3 જુગારી ઝડપાયા
સરસ્વતી તાલુકાના મેસરગામે હારજીતનો જુગાર રમતો હોવાની બાતમી આધારે પોલીસે શુક્રવારે બપોરે રેડ કરી જુગાર રમતાં બલોચ મહેબુબખા જાફરખા સાહીખા, ઠાકોર વિનુજી ચમનજી અને ઠાકોર બચુજી કમશીજી રહે.તમામ મેસરને રોકડ રૂ.12,260 સાથે ઝડપી તમામ સામે ગુનોં નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...