બટુકોએ યજ્ઞોપવિત સંસ્કાર ગ્રહણ કર્યા:પાટણ ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિજનોનો 14મો સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર ઉત્સવ ઉજવાયો

પાટણ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 17 બટુકોએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે યજ્ઞોપવિત સંસ્કાર ગ્રહણ કર્યા

શ્રી ઔદિચ્ય પ્રગતિ મંડળ પાટણ આયોજિત પાટણ તેમજ બહારગામ વસતા પાટણ તળના ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિજનો માટેનો 14મો સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર ઉત્સવ શહેરના બાલાજી પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો. જેમાં 17 બટુકોએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે સમૂહમાં યજ્ઞોપવિત સંસ્કાર ગ્રહણ કર્યા હતા.

14મા સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર ઉત્સવમાં પાટણના જાણીતા શાસ્ત્રી શૈલેષભાઈ ત્રિવેદી દ્વારા ગણેશ સ્થાપના, મંડપ મુહૂર્ત, ગ્રહશાંતિ, ઉપનયન સંસ્કાર વિધિ, બટુક યાત્રા સહિતની શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે વિધિ કરાવવામાં આવી હતી. 14મા સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર ઉત્સવની પૂર્વ સંધ્યાએ રાસ ગરબાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

પાટણ ખાતે આયોજિત શ્રી ઔદિચ્ય પ્રગતિ મંડળ પાટણના 14મા સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર ઉત્સવને સફળ બનાવવા પ્રમુખ શૈલેષભાઈ જાની, ઉપપ્રમુખ ભારતીબેન ત્રિવેદી, મહામંત્રી શરદભાઈ આચાયૅ, ખજાનચી દક્ષેશભાઈ ઉપાધ્યાય, સહમંત્રી ચંદ્રવદનભાઈ ત્રિવેદી, નયનભાઈ આચાર્ય, બ્રહ્મોદય સંપાદક હાર્દિકભાઈ રાવલ, યજ્ઞોપવિત સમિતિના ડો. પરિમલ જાની, હિતેષભાઇ આચાર્ય, જયેશભાઈ ત્રિવેદી, અશ્વિનભાઈ આચાર્ય, સુભાષભાઈ ત્રિવેદી, ભૂપેન્દ્રભાઇ રાવલ, કિરીટભાઈ ત્રિવેદી સહિતના કારોબારી સભ્યો અને ટ્રસ્ટી મંડળે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...