'અગલે બરસ જલ્દી આના':પાટણમાં 145માં ગણેશોત્સવમાં સન્મુખ અન્નકૂટ ભરાયો, મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી

પાટણ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણમાં આજે દુંદાળા દેવનું વિસર્જન કરાઇ રહ્યું છે. લોક વાયકા મુજબ સમગ્ર એશિયામાં સૌ પ્રથમ ગણેશોત્સવની શરૂઆત પાટણથી મરાઠી પરિવારે કરી હતી. જે 145માં ગણેશોત્સવ હવે સંપન્નતાનાં આરે છે. આજે રાત્રે ત્રણેક કલાકે આ ગણેશોત્સવની વિધિ-વિધાનપૂર્વક સમાપ્તિ થશે. તે પૂર્વે આ મહોત્સવનાં આયોજકો પાટણનાં મહારાષ્ટ્રીય પરિવારોની ગજાનન મંડળી દ્વારા પાટણનાં ભદ્ર વિસ્તારમાં આવેલી ગણેશવાડીમાં બિરાજમાન દુંદાળા દેવ સમક્ષ આજે 56 ભોગનો અન્નકૂટની સજાવટ કરાઇ હતી.

દાતાએ સહયોગ આપ્યો
અત્રેનાં આયોજક પરિવારોએ અત્રે સન્મુખ અન્નકૂટની બિછાત કરી હતી અને ભવ્ય રંગોળીની સજાવટ કરી હતી. અત્રે રાત્રે દિપમાલા પ્રગટાવવામાં આવી હતી. જેથી સમગ્ર મંદિર પરિસર અનેરી ભક્તિસભર રોશનીમાં સ્નાન કરતું જોવા મળ્યું હતું. આ મનોરથનાં દર્શને પાટણનાં રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અન્નકુટનાં દાતાએ આ સહયોગ આપ્યો હતો.

બુધવારે કથા કરાઇ હતી
આ ઉપરાંત બુધવારે રાત્રે આઠમા દિવસે સત્યનારાયણ કથા પૂજનનું આયોજન કરાયું હતું. આ કથામાં મંડળીનાં પુજારી અશોક જાલનાપુરકર દંપતી દ્વારા પુજા તથા રમાકાંત જાલનાપુરકર દ્વારા કથા પૂજન અને બટુકકુમાર અથર્વ દેવધર દ્વારા ગણેશજીની પુજા આરતી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...