યાત્રીઓ માટે તાલીમ અને રસીકરણ કેમ્પ:પાટણથી મક્કા મદીનામાં પવિત્ર હજની યાત્રાએ જનાર 145 યાત્રીઓને પોલીઓની રસી અપાઇ

પાટણ18 દિવસ પહેલા
  • આગામી 20 જૂનથી પાટણ અને મહેસાણાના 145 જેટલા યાત્રીયો હજ યાત્રાએ જશે

પાટણના મોટા મદ્રેસા ખાતે ગુજરાત રાજ્ય હજ કમિટીના સચિવ એ. એમ. ઘાંચીની ઉપસ્થિતિમાં માસ્ટર ટ્રેનર હનીફ પટેલ અને મૌલાના ઇમરાન દ્વારા પાટણના હજ યાત્રિકોને દિવસભર તાલીમ આપવામાં આવી હતી. હજની વિધિઓની તાલીમમાં હજમાં જતી વખતે કેવા પ્રકારની તૈયારીઓ કરવી, કેટલું લગેજ લેવું, મક્કા મદીનાની યાત્રામાં શું કરવું, તવાફ કઈ રીતે કરવા, મદીના શરીફમાં કેવી અને કેટલી નમાજ પઢવી, તમામ યાત્રિકોને એહરામ બાંધવો સહિતની તાલીમ આપવામાં આવી હતી.

આગામી 20 જૂને અમદાવાદથી પ્રથમ ફ્લાઇટ ઉપડશે. જેમાં કોરોના ગાઈડલાઈન સાથે હાજી યાત્રિકો હજની યાત્રાએ જશે. આગામી 20 જૂનથી મક્કા મદીનામાં પવિત્ર હજની યાત્રાએ જનાર પાટણ અને મહેસાણા જિલ્લાના 145 જેટલા હજી યાત્રિકોને પાટણ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે પોલિયો અને મગજના તાવથી રસી આપવામાં આવી હતી. ત્યારબાદ પાટણમાં હજ માટે જનાર યાત્રી ઓને શહેરના મોટા મદ્રેસા ખાતે તમામ યાત્રિકોને હજ અંગેની તાલીમ માસ્ટર ટ્રેનર હનીફ પટેલ અને મૌલાના ઇમરાન દ્વારા દ્વારા આપવામાં આવી હતી.

સાઉદી અરેબિયાના મક્કા મદીના શહેરમાં દર વર્ષે હજની પવિત્ર યાત્રાએ સમગ્ર વિશ્વમાંથી મોટી સંખ્યામાં હજયાત્રીઓ સફરે જાય છે, પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે હજનીયાત્રા બંધ રાખવામાં આવી હતી. ત્યારે ચાલુ વર્ષે સાઉદી અરબ સરકાર દ્વારા અગાઉનાં વર્ષો કરતાં આ વર્ષે હજી યાત્રિકોની સંખ્યામાં ઘટાડો કરી મંજૂરી આપી છે.

ગુજરાતના ફાળે આશરે 10 હજાર હજી યાત્રિકો આ વખતે હજની યાત્રાએ જનાર છે. જેમાં પાટણ અને મહેસાણા જિલ્લામાંથી 200 યાત્રિકો હજની યાત્રાએ જવાના છે . જેઓ માટે પાટણ હાજિખીદ્દમત કમિટી દ્વારા પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 145 જેટલા યાત્રિકોને મગજના તાવ અને પોલીઓની રસી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...