લમ્પી વાયરસનું સંક્રમણ 14 દિવસમાં પાટણ જિલ્લાના 128 ગામ સુધી પ્રસરી ગયું છે જેના કારણે 382 ગૌવંશ સંક્રમિત થયા છે.પાટણ જિલ્લામાં બે દિવસમાં લમ્પીના 145 કેસ મળ્યા હતા. અને 8ના મોત થયા હતા. માત્ર પાંચ દિવસમાં 22 પશુઓનાં મોત થતા પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે. સૌથી વધુ દાત્રાણા ગામમાં 31 કેસમાંથી 7 ગાયોના મોત, સાંતલપુરમાં 26માંથી 3 અને શબ્દલપુરામાં 13માંથી 5 ગાયોના મોત થઈ ગયા છે.
પાટણ જિલ્લામાં શુક્રવારે અત્યાર સુધીમાં સૌથી વધુ એક જ દિવસમાં લમ્પીના 90 કેસ મળ્યા હતા. અને પાંચના મોત થયા હતા. જેમાં ઝઝામ ગામમાં 2, દાત્રાણા ગામમાં 1 અને શબ્દલપુરા ગામમાં બે ગાયના મોત થયા હતા. જ્યારે શનિવારે 18 ગામોમાંથી વધુ 55 કેસ મળ્યા છે. રાધનપુર તાલુકાના શબ્દલપુરા ગામમાં 3 મોત થયા છે.
કલેકટરે તાલુકા કક્ષાએ લમ્પી વાયરસ બચાવ અને નિયંત્રણ સંકલન સહ મોનિટરિંગ કમિટીની રચના કરી છે જેમાં પ્રાંત, મામલતદાર, તાલુકા પશુ ચિકિત્સા અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, ટી એચ ઓ, ચીફ ઓફિસર અને પશુપાલન લાયઝન અધિકારીનો સમાવેશ કર્યો છે. જિલ્લાને વેક્સિનનો 50,000 ડોઝનો જથ્થો આપ્યો છે કુલ 56733 પશુઓનું રસીકરણ કરાયું છે.
તાલુકામાં વાઈસ કેસ
તાલુકો | કેસ | ગામ |
સાંતલપુર | 127 | 22 |
રાધનપુર | 81 | 26 |
સમી | 84 | 25 |
શંખેશ્વર | 8 | 7 |
હારીજ | 37 | 17 |
ચાણસ્મા | 2 | 2 |
સિધ્ધપુર | 9 | 7 |
સરસ્વતી | 28 | 18 |
પાટણ | 6 | 4 |
છ ગામમાં 22 પશુના મોત થયા
છેલ્લા 5 દિવસમાં સાંતલપુર તાલુકાના દાત્રાણામાં 7,ધોકાવાડા 3,પીપરાળામાં 2, ઝઝામમાં 2 સાંતલપુરમાં 3 અને રાધનપુર તાલુકાના શબ્દલપુરામાં 5 ગૌવંશના મોત થયા છે તેવું પશુપાલન તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું.
બનાસકાંઠા માં 22 પશુના મોત,713 કેસ
બનાસકાંઠા જિલ્લામાં શનિવારે 9 તાલુકાના 349 ગામડાઓના કુલ.5217 ગાયોમાં લમ્પિનો રોગ જોવા મળ્યો હતો.જ્યાં શનિવારે વધુ 713 કેસ નોંધાયા હતા.ડીસા 24, કાંકરેજ 40, વાવ 54, થરાદ 65, ભાભર 33, દિયોદર 41, ધાનેરા 26, સુઈગામ 33 અને લાખણીમાં 31 કેસ નોંધાતા જિલ્લામાં અત્યાર સુધી જિલ્લામાં કુલ.5217 કેસ નોંધાઈ ચુક્યા છે.જ્યારે 22 ગાયોના મોત સાથે કુલ 143 ગાયો મોતને ભેટી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.