ગણેશ મહોત્સવ:પાટણમાં ગજાનન મંડળી દ્વારા આયોજીત 144માં ગણેશ મહોત્સવમાં 144 દીપ પ્રાગટ્યનો કાર્યક્રમ યોજાયો

પાટણએક મહિનો પહેલા
  • ગણેશ વાડી ખાતે શ્રી ગજાનન ગણપતિ સન્મુખ વિવિધ વાનગીઓનો અન્નકુટ ધરાયો ભાવિક ભક્તોએ અન્નકુટ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી

પાટણની ગણેશવાડી ખાતે શ્રી ગજાનન મંડળી ભદ્ર દ્વારા ભારતભરમાં સૌ પ્રથમ આયોજિત ગણેશ મહોત્સવની ચાલુ વર્ષે 144માં ગણેશોત્સવની ઉજવણી ભક્તિમય માહોલમાં કરવામાં આવી રહી છે. ત્યારે ગુરૂવારના રોજ ગણેશ વાડી ખાતે ગજાનન ગણપતિ સન્મુખ વિવિધ વાનગીઓનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો અને 144 વર્ષ ઉજવણી નિમત્તે 144 "દીપ પ્રાગટ્ય" નો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો.

ભાવિક ભક્તોએ દિપ પ્રાગટ્ય કર્યુંઆ ધાર્મિક પ્રસંગમાં ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભાવિક ભક્તોએ 144 દિપ પ્રજ્વલિત કરી ગજાનન ગણપતિ દાદાની આરતી ઉતારી હતી. જેના દર્શનનો લાભ ભાવિક ભક્તોએ લઈ ધન્યતા અનુભવી હતી.

મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યાંગણેશ વાડી ખાતે આયોજિત આ ધાર્મિક પ્રસંગે ક્રિષ્નાપ્રસાદ એ, રિજિયોનલ મેનેજર, બરોડા ગુજરાત ગ્રામીણ બેંક, ડૉ. મનીષ રામાવત, મેડિકલ સુપ્રિટેન્ડન્ટ, મેડિકલ કોલેજ, ધારપુર, સુરેશ સી. પટેલ, ચેરમેન, પાટણ નાગરિક સહકારી બેંક, ડૉ. શૈલેષ બી. સોમપુરા, પ્રવીણભાઈ એમ. પટેલ, ડેપ્યુટી એન્જિનિયર સહિતનાઓ હાજર રહ્યા હતા. તેમજ સંસ્થાના અધ્યક્ષ સુરેશ દેશમુખ, ચીફ ટ્રસ્ટી અનંત દેશમુખ અને મેને. ટ્રસ્ટી સુનિલ પાગેદાર, રાજુ દેવધર સહિત મહારાષ્ટ્રીયન પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...