તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો કહેર:જિલ્લામાં કોરોનાથી 10 શિક્ષકો સહિત 14 કર્મીઓનાં મોત

પાટણ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાત પ્રાથમિક અને ત્રણ માધ્યમિક શિક્ષકોને કોરોના ભરખી ગયો, બે ક્લાર્ક અને બે પટાવાળાનાં મોત થયાં
  • પ્રથમ અને બીજી લહેરમાં જિલ્લાના 316 પોલીસ અધિકારી-કર્મીઓ સંક્રમિત, હાલ ચાર કર્મી હોમ ક્વોરંંન્ટાઇન

કોરોનાની બીજી લહેરે પાટણ જિલ્લાના શિક્ષણ જગતને ભારે નુકસાન કર્યું છે. પ્રાથમિક-માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો સહિત 14 કર્મીઓના કોરોનાથી મોત થતાં શિક્ષણ જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ કર્મચારીઓના મોતથી તેમના પરિવારો પર આફત આવી પડી છે. આ કર્મચારીઓ પરિવાર માટે આધાર સ્તંભ સમાન હતા.અને તેમના દ્વારા જ પરિવારનું ગુજરાન ચાલતુ હતુ.

ચાણસ્મા તાલુકાના ગલોલીવાસણા, પંચાસર સરસ્વતી તાલુકાના લક્ષ્મીપુરાવામૈયા, સોમાણીપુરા વહાણા સિદ્ધપુર તાલુકાના કોટ, ગણેશપુરા અને સાંતલપુર તાલુકાના નવાગામ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા સાત શિક્ષકોના કોરોમાં મોત થયા છે. જેમાં ગલોલીવાસણા અને ગણેશપુરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા બે શિક્ષિકાના પણ મોત થયા છે. આ તમામ સાત પ્રાથમિક શિક્ષકોના એપ્રિલ મેં અને જૂન માસમાં મૃત્યુ થયા છે.

ગણેશપુરા પ્રાથમિક શાળાના શિક્ષિકા મીનાક્ષીબેન પટેલ આ સિવાય બાકીના પાંચ શિક્ષકો અને એક શિક્ષિકાનું એપ્રિલ અને મે માસમાં મૃત્યુ થયું છે.જ્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના ત્રણ શિક્ષકો બે પટાવાળા અને બે ક્લાર્કના કોરોનામાં મૃત્યુ થયા છે. તે પૈકી એક ક્લાર્ક જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમા ફરજ બજાવતા હતા.

જિલ્લામાં 316 પોલીસ કર્મચારીઓ સંક્રમિત
કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં પાટણ જિલ્લામાં સૌથી વધુ પોલીસ કર્મચારી સંક્રમિત થયા છે. પ્રથમ લહેરમાં 180 અને બીજી લહેર માં 136 મળી કુલ 316 પોલીસ કર્મચારી અધિકારી કોરોનાથી સંક્રમિત થયા હતા તે પૈકી હાલમાં માત્ર ચાર પોલીસ કર્મચારીઓ હોમક્વોરંટાઇન છે બાકીના તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. સદનસીબે એક પણ પોલીસ કર્મચારીનું મૃત્યુ થયું નથી.

મૃતક શિક્ષકોના પરિવારજનોને મદદરૂપ થવા સંઘ તૈયાર
જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બાબુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે કોરોનામાં મૃત્યુ પામેલા શિક્ષકોના પરિવારજનોને મદદરૂપ થવા માટે દરેક શિક્ષકના પગારમાંથી રૂ 500 કાપવા માટે શિક્ષક સંઘ દ્વારા રજૂઆત મળી હતી પરંતુ શિક્ષકોને સંમતિ વગર પગારમાંથી પૈસા કાપી શકાતા નથી તેઓ શિક્ષકોની સંમતિ લઈને આપે તો પરિવારજનોને મદદ થઈ શકે તેમ છે.

કોરોનામાં મૃત્યુ પામેલા પ્રાથમિક શિક્ષકો

શિક્ષકોના નામપ્રા.શાળા

ભાવનાબેન રતિલાલ પટેલ

ગલોલીવાસણા

ત્રીકમભાઈ પરસોતમભાઈ પટેલ

પંચાસર

જીતુભાઈ કાનજીભાઈ પટેલ - લક્ષ્મીપુરા વામૈયા વિનુભાઈ એમ યોગી

સોમાણીપુરા વહાણા​​​​​​​

સતિષભાઈ કરસનભાઈ પટેલ - કોટ મીનાક્ષીબેન હરજીવનભાઈ પટેલ

ગણેશપુરા

કાંતિભાઈ નેમાજી નિનામા

નવાગામ

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...