તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસની રેડ:સેઢાલ, કમલીવાડા, રાધનપુર અને સાંતલપુરથી 14 જુગારી ઝડપાયા

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શ્રાવણ માસના અગાઉના દિવસે જિલ્લામાં પોલીસની રેડ
  • પોલીસે રોકડ સહિત રૂ. 33470નો મુદ્દામાલ કબજે લીધો, જુગારધારા હેઠળ ગુનો

ચાણસ્મા તાલુકાના સેઢાલ ગામની સીમમાં રવિવારે બપોરે પોલીસે રેડ કરી ત્રણ શખ્સોને રોકડ રૂ.1100 સાથે ઝડપી પાડ્યા હતા જ્યારે પાટણ તાલુકાના કમલીવાડા ગામે શનિવારે રાત્રે ખેતરમાં જુગાર રમતા 5 શખ્સોને રોકડ રૂ.3920 તેમજ બાઇક મોબાઇલ મળી કુલ રૂ.25920 મુદ્દામાલ સાથે ઝડપ્યા હતા. રાધનપુરમાં રવિવારે ત્રણ શખ્સોને રોકડ રૂ.4290 સાથે અને સાંતલપુરથી 3 જુગારીને પોલીસે રોકડ રૂ.2160 સાથે ઝડપ્યા હતા.

ઝડપાયેલા જુગારીઓ
સેઢાલ :
ઠાકોર તેજાજી અગરાજી, ઠાકોર ગાંડાજી મણાજી, ઠાકોર કલાજી અમરાજી
કમલીવાડા : ઠાકોર જયંતિજી શીવાજી, ઠાકોર શૈલેશજી કડવાજી, ઠાકોર પોપટજી બાબુજી, ઠાકોર જયંતિજી ચંદનજી અને ઠાકોર લાલાજી શંકુજી
રાધનપુર : ભીલ રાજુભાઇ શંકરભાઇ (રહે.વાઢીયા), ઠાકોર બલાભાઇ ભારૂભાઇ (રહે.કોલાપુર) અને ઠાકોર નરેશભાઇ ભગુભાઇ (રહે.રાધનપુર)
સાંતલપુર : કુંભાર હુશેનભાઇ રમઝાનભાઇ, રાઉમા રમઝાનભાઇ મહમદભાઇ રહે.સાંતલપુર અને રાઉમા ભુરાભાઇ જેઠાભાઇ રહે.ચારણકા

અન્ય સમાચારો પણ છે...