દરોડો:પાટણના સોનીવાડા વિસ્તારમાં14 જુગારી 21000ની રોકડ સાથે ઝબ્બે

પાટણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • પાટણ અને કિલાણા ગામમાં જુગાર ધામ પર પોલીસની રેડ

પાટણશહેરમાં સોનીવાડાના નાકે ખુલ્લી જગ્યામાં રવિવારે બપોરે 14 શકુનીઓ હારજીતનો જુગાર રમતા હોવાની બાતમી આધારે પાટણ એ ડીવીઝન પોલીસે રેડ કરતા શકુનીઓમાં નાસભાગ મચી હતી. જોકે તમામ શકુનીઓને પોલીસે રોકડ રૂ.21000, મોબાઇલ 07 કિ.રૂ.14700, એક્ટિવા કિ.રૂ.20000 મળી કુલ રૂ.55700 સાથે ઝડપી પાડ્યા હતા.

અા અંગે પાટણ એ ડિવિઝન પોલીસ મથકે 14 શકુનીઓને જુગાર અટકાયતી અધિનિયમ મુજબ ગુનો નોંધાયો હતો. તેની તપાસ અધિકારી પીએસઆઇ વી.એમ.સોલંકી હાથ ધરી હતી.

જયારે સાંતલપુર તાલુકાના કિલાણાગામે હારજીતનો જુગાર રમતા 4 શકુનીઓને રોકડ રૂ.2390 તેમજ 03 મોબાઇલ કિ.રૂ.3000 મળી કુલ રૂ.5390 સાથે ઝડપી પાડ્યા હતા. આ અંગે તમામ જુગાર રમનારાઓ સામે સાંતલપુર પોલીસ મથકે જુગાર અટકાયતી અધિનિયમ મુજબ ગુનો નોંધાયો હતો.

ઝડપાયેલા 14 જુગારીઓના નામ
કિલાણા:- ઠાકોર ભેમાજી વશરામજી, ઠાકોર ઇશ્વરભાઇ ડાયાભાઇ, ઠાકોર બનાજી ભગવાનજી અને ઠાકોર મણાભાઇ હેમુભાઇ રહે.તમામ કિલાણા
પાટણ:- મોદી સુનીલ નટવરલાલ, ઠાકોર શંભુજી પ્રભાતજી, ઠક્કર રમેશકુમાર વિષ્ણુભાઇ, પ્રજાપતિ હરીભાઇ જીવણદાસ, દરજી ચેતન સુરેશભાઇ, મોદી વિજય રમણલાલ, મોદી રાજેન્દ્રભાઇ સેવંતીલાલ, પ્રજાપતિ લક્ષ્મણભાઇ બબાભાઇ, પંચાલ ધીરેન્દ્રભાઇ ચીમનલાલ, મોદી દિનેશકુમાર ભગવાનદાસ, મોદી કલ્પેશભાઇ અમરતલાલ, મોદી કલ્પેશભાઇ અમરતલાલ, મોદી દશરથલાલ કાંતીલાલ, મોદી શૈલેષભાઇ ચીમનલાલ અને મોદી વિનોદકુમાર રસીકલાલ રહે. તમામ પાટણ

અન્ય સમાચારો પણ છે...